Connect Gujarat
Featured

રાજકોટ : સિરિયલ કિલર નિલયની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો, અમદાવાદના હથિયાર વેપારીની કરવાનો હતો હત્યા

રાજકોટ : સિરિયલ કિલર નિલયની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો, અમદાવાદના હથિયાર વેપારીની કરવાનો હતો હત્યા
X

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ દિવસ પહેલા પેરોલ જમ્પ

કરી ફરાર થયેલા સિરિયલ કિલર નિલય ઉર્ફે નિલેષની ધરપકડ કરી રિમાન્ડ મેળવતા આરોપીએ

વધુ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.

ત્રણ દિવસ પૂર્વે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેરોલ જમ્પ કરી ફરાર સિરિયલ કિલરની ધરપકડ કરી હતી. નિલય ઉર્ફે નિલેશ મહેતા છેલ્લા એક વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર હતો. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આરોપીના રિમાન્ડ મેળવી પૂછપરછ કરતાં તેને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આરોપી આગામી દિવસોમાં અમદાવાદમાં હથિયારના વેપાર સાથે સંકળાયેલ ઉદયસિંહ રાજપૂતની હત્યાને અંજામ આપવાનો હોવાની કબૂલાત ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ કરી હતી.

આરોપી આ કાવતરાને અમદાવાદના પ્રદીપસિંહ નરસિંહ રાજપૂત, કિશોર ઉર્ફે રવિ ઉર્ફે લાલો રાજેશભાઈ કોસ્ટી અને જસદણના વસીમ ઇકબાલભાઇ કથીરી સાથે મળીને પાર પાડવાનો હતો. નિલય સિવાયના ત્રણેય આરોપીઓને ઉદયસિંહ રાજપૂત સાથે મન દુઃખ ચાલે છે. જેથી તેની સોપારી નિલય ઉર્ફે નિલેષને આપી હતી.

પરંતુ સિરિયલ કિલર નિલય હત્યા કરે તે પૂર્વે જ પોલીસે નિલયને દબોચી લીધો હતો અને તેઓના પ્લાનને ચોપટ કરી નાખ્યો હતો. પૂછતાછ બાદ ડીસીબીની ટીમે

અન્ય ત્રણેય આરોપીઓને ઝડપી પાડી

જેલના સળિયા ગણતાં કરી દીધા છે.

Next Story