રાજકોટ: SOGએ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક મહિલાની કરી ધરપકડ

છેલ્લા કેટલાય સમયથી રાજકોટ સૌરાષ્ટ્રમાં નશાના કાળા કારોબારનું હબ બની ચૂક્યું છે. છેલ્લા 1 વર્ષમાં રાજકોટ પોલીસે NDPS ના જુદા જુદા 20 કેસ કરી નશાના કાળા કારોબારને નાથવા ના તમામ પ્રયાસો કર્યા છે. તેમ છતાં હજુ પણ કેફી પદાર્થોનું વેચાણ યથાવત જોવા મળી રહ્યું છે. ત્યારે રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા 9.77ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે મીના નામની મહિલાની ધરપકડ કરી છે.
રાજકોટમાં પોતાની બહેનને ડ્રગ્સ આપવા આવેલી મહિલાની પોલીસે ધરપકડ કરી છે. પોલીસની પૂછપરછમાં મહિલા મીનાએ પોતે કચરો વીણવાનું કામ કરતી હોવાનું જણાવ્યું છે. તો સાથે જ આ ડ્રગ્સ કેસમાં સુધા નામની મીનાની બહેનની ધરપકડ કરવાની બાકી છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે કે આખરે આ બંને બહેનો ડ્રગ એડીક્ટેડ છે કે પછી વેચાણ અર્થે લાવતી હતી. ત્યારે પોલીસે હાલ 98 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તો સાથે જ આરોપી સુધાને કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવી છે