Connect Gujarat
ગુજરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી BHMS બોગસ ડિગ્રી કૌભાંડ મામલે મુખ્ય આરોપીની SOGએ કરી ધરપકડ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી BHMS બોગસ ડિગ્રી કૌભાંડ મામલે મુખ્ય આરોપીની SOGએ કરી ધરપકડ
X

ડીન સહીત ૪૩ સામે કરવામાં આવી હતી પોલીસ ફરિયાદ

સૌરાષ્ટ્ર યુનીવર્સીટી સંલગ્ન હોમિયોપેથી કોલેજમાં પ્રવેશ આપી બોગસ ડીગ્રી કૌભાંડ મામલે રાજકોટ SOG પોલીસ દ્વારા મુખ્ય આરોપી વહાબમિયા કાદરી ની ધરપકડ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનીવર્સીટીની કમિટી દ્વારા કરવામાં આવેલ તપાસમાં યુનીવર્સીટી ના હોમિયોપેથી ડીપાર્ટમેન્ટ ના ડીન સહીત ૪૩ લોકો ની ભૂમિકા હોવાનું સામે આવ્યું હતું જે તમામ સામે યુનીવર્સીટી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.. જેમાં પોલીસ દ્વારા જીલ્લા ભાજપ ના મહામંત્રીના ભાઈ સહીત ૩ આરોપી ની ધરપકડ કરવામાં આવી હતી.

એ ગ્રેડ તરીકે ઓળખાતી સૌરાષ્ટ્ર યુનીવર્સીટી નું થોડા સમય પહેલા એક કૌભાંડ સામે આવ્યું હતુ જેમાં અન્ય યુનીવર્સીટી ની બોગસ માર્કશીટનાં આધારે સૌરાષ્ટ્ર યુનીવર્સીટી સંલગ્ન હોમિયોપેથી કોલેજમાં પ્રવેશ આપી કૌભાંડ આચરવામાં આવ્યું હતું જે મામલે યુનીવર્સીટી દ્વારા તપાસ સમિતિની રચના કરી હતી જે તપાસ ને અંતે ૪૧ વિદ્યાર્થીઓ સહીત ૨ ડોક્ટર ની ભૂમિકા હોવાનું સામે આવ્યું હતું જેમાં હોમિયોપેથી ડીપાર્ટમેન્ટના ડીન અને બી.આર ડાંગર કોલેજના પ્રિન્સીપાલ અમિતાભ જોશી નું નામ સામે આવ્યું હતુ સાથે જ ફરાર આરોપી ખંભાળિયાના ડોક્ટર વહાબમિયા કાદરીને પણ રાજકોટ SOG પોલીસ દ્વારા પકડી પાડી તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસ તપાસ માં આરોપી વહાબઈમીયા કાદરી ની પણ ડોક્ટર ની ડીગ્રી બોગસ હોવાનું સામે આવ્યું છે.

Next Story