Connect Gujarat
ગુજરાત

રાજકોટ STને લીલી પરિક્રમાં ફળી : બે દિવસમાં પાંચ લાખની કરી આવક

રાજકોટ STને લીલી પરિક્રમાં ફળી : બે દિવસમાં પાંચ લાખની કરી આવક
X

ટ્રેનમાં યાત્રાળુઓના ધસારાને લઇને ધારી રેલવે સ્ટેશને ૩ એસ.ટી. બસ મુકાઇ

રાજકોટના જૂનાગઢમાં લીલી પરિક્રમાને લઇને રાજકોટ એસટી વિભાગે ૧૧૮ બસ જૂનાગઢ રવાના કરી છે. જેમાં ૧૦ હજાર યાત્રિકોનો સમાવેશ થાય છે. પરંતુ હજી રાજકોટ એસટી બસસ્ટેશનમાં યાત્રાળુઓની લાંબી લાઇનો જોવા મળી રહી છે. એસટીમાં ટ્રાફિક હજુ યથાવત છે. એસટીને લીલી પરિક્રમાં ફળી હોય તેમ બે દિવસમાં પાંચ લાખની આવક થઈ છે. રાજકોટ એસટી વિભાગ દ્વારા લીલી પરિક્રમામાં જનારા યાત્રાળુઓ માટે અલગ જ સ્ટેન્ડ બનાવ્યું છે.

અમરેલી જૂનાગઢ પેસેન્જન ટ્રેનમાં યાત્રાળુઓના ધસારાને લઇને એસ.ટી. વિભાગે ધારી રેલવે સ્ટેશને લીલી પરિક્રમા માટે ત્રણ એકસ્ટ્રા બસ મુકી છે. તેમ છતાં રેલવે સ્ટેશને યાત્રાળુઓનો ધસારો યથાવત છે. ધારી રેલવે સ્ટેશને યાત્રાળુઓ ટ્રેન પર બેસી જૂનાગઢ જઇ રહ્યા છે. આથી યાત્રાળુઓ જીવના જોખમે મુસાફરી ન કરે તે માટે એસટી વિભાગે ત્રણ એસટી બસ રેલવે સ્ટેશન પર ફાળવી છે.

Next Story