પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

રાજકોટના રૈયાધાર આવાસ યોજનાના 13માં માળેથી વૃદ્ધે અગમ્ય કારણોસર ઝંપલાવી દેતા તેમનું મોત નિપજયું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના રામાપીર ચોકડી પાસે રૈયાધાર આવાસ યોજના આવેલી છે. આવાસમાં માલાભાઈ હમીરભાઈ વાળા નામના ઉંમર વર્ષ 65 નાઓ વૃદ્ધ રહે છે. વૃદ્ધે આવાસના 13માં માળેથી પડતુ મુકતા નીચે ઉભી રહેલ ઈકો કાર પડતા તેમનું મોત નિપજયું હતું. ધડાકાભેર અવાજ સંભળાતા આવાસની બિલ્ડીંગમાં રહેતા લોકો બહાર નીકળી આવ્યા હતાં. ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પી.એમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY