Connect Gujarat
ગુજરાત

રાજકોટ અને સુરત સહિત ગુજરાતમાં યોજાયો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ,વિદેશી પતંગ રસીકોએ લીધો ભાગ

રાજકોટ અને સુરત સહિત ગુજરાતમાં યોજાયો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ,વિદેશી પતંગ રસીકોએ લીધો ભાગ
X

રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત પ્રવાસન વિભાગ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે આયોજન અંતર્ગત દેશ વિદેશના કુલ ૭૯ પતંગબાજો વિવિધ આકારની આકર્ષક અને રંગબેરંગી પતંગો ઉડાડી હતી. આ સમયે રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, ધારાસભ્ય અરવિંદ રૈયાણી તેમજ મ્યુનિસિપલ કમિશ્નર બંચ્છાનિધી પાની પણ હાજર રહ્યા હતા.

આજ રોજ યોજાયેલ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ફ્રાન્સના ૦૪, જર્મનીના ૦૨, હન્ગ્રીના ૦૪, ઇઝરાયેલના ૦૬, ઈટાલીના ૦૫, કેન્યાના ૦૨, કોરિયાના ૦૪, કુએતના ૦૩, લિથુઆનિયાના ૦૭, મલેશિયાના ૦૫, મેક્સિકોના ૦૨ અને ઇન્ડોનેશિયાના ૦૪ એમ કુલ મળીને ૪૮ વિદેશી પતંગબાજોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત ભારત ભરમાંથી કેરાલાના ૦૪, પંજાબના ૦૩, રાજસ્થાનના ૦૮, તામિલનાડુના ૦૭, લખનૌના ૦૪, ઉતરાખંડના ૦૫ એમ કુલ મળીને ૩૧ ભારતીય લોકોએ ભાગ લીધો હતો. તેમજ સૌરાષ્ટ્રમાંથી ભુજ, માંડવી, સુરેન્દ્રનગર, ખંભાળિયા, અમરેલી, આટકોટ અને રાજકોટના કુલ ૮૦ પતંગબાજો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ભાગ લીધો હતો.

સુરત ખાતે યોજાયેલા આંતરાષ્ટ્રીય પતંગ ઉત્સવમાં આર્જેન્ટીના, ઓસ્ટ્રેલીયા, બેલ્જીયમ, બ્રાઝીલ, કેનેડા, ચીન, ફીનલેન્ડ જેવા દેશોના ૪૭ જેટલા ઈન્ટરનેશનલ પતંગબાજોએ ભાગ લીધો છે. જ્યારે દેશના આંધ્રપ્રદેશ, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર, વેસ્ટ બંગાલ, કેરેલા, રાજસ્થાન અને દિલ્હીના પતંગબાજો પણ જોડાયા છે. દેસ-વિદેશના પતંગબાજોનું સાસ્કૃતિક કાર્યક્રમ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

મોડેથી ઉઠવાની ટેવવાળા મોજીલા સ્વભાવના સુરતી લાલા વહેલી સવારથી જ સુરતના અડાજણ સ્થિત સરિતા સંકૂલ ગ્રાઉન્ડમાં ઉમટી પડ્યા હતા.

ઉલ્લેખનીય છે, કે દર વર્ષની જેમ આ વર્સે પણ પાલિકા તંત્ર દ્વારા વિદેશી પતંગબાજ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે, એમના રેહવા ખાવા-પીવાથી તેઓ સુંદર રીતે આ ઉત્સવ માણી શકે તે માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે, આ પતંગ ઉત્સવનો હેતુ આપણી સંસ્કૃતિને ઉજાગર કરવાનો હોય લોકોએ ખુબજ ઉત્સાહથી આ ઉત્સવ માણ્યો હતો. મોટી સંખ્યામાં સુરતીઓએ પણ આ પતંગઉત્સવનો આનંદ માણ્યો હતો.

Next Story