“શ્વાનનો આતંક” : રાજકોટમાં વર્ષ 2019-ઑક્ટોબર સુધીમાં 300 લોકો બન્યા છે શ્વાનનો શિકાર

0

રાજકોટ શહેરમાં દિવસેને દિવસે શ્વાનનો આતંક સામે આવી રહ્યો છે. લોકો શ્વાનના આતંકને અટકાવવા અવારનવાર તંત્રને રજૂઆત પણ કરી રહ્યા છે. તો બીજી તરફ તંત્ર પણ એક શ્વાનના ખસીકરણ પાછડ રૂપિયા 1850નો ખર્ચ કરી આતંક અટકાવી રહ્યા હોવાનું જણાવ્યુ હતું.

રાજકોટ શહેરમાં વર્ષ 2015 અને 16માં 255 શ્વાન લોકોને કરડ્યાનું સામે આવ્યું હતું. તો વર્ષ 2018-19 માં 675 શ્વાન લોકોને કરડ્યા હોવાનું તંત્રના ચોપડે નોંધાયું છે, ત્યારે વર્ષ 2019ની વાત કરીએ તો ઓક્ટોબર માસ સુધીમાં 300 જેટલા લોકોને શ્વાન કરડ્યા હોવાનું તંત્ર દ્વારા જાણવા મળ્યું હતું. ત્યારે ખુદ રાજકોટ વિરોધ પક્ષના નેતા રાજકોટ વહીવટી તંત્રની કામગીરી માત્ર કાગળ પર હોવાનું જણાવી રહ્યા છે.

તો બીજી તરફ રાજકોટ શહેરમાં વસતા લોકો પણ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલ ગ્રીન પાર્ક અને નીલમ પાર્કના રહેવાસીઓ અવારનવાર તંત્રને રજૂઆત કરી રહ્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં નહીં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here