Connect Gujarat
ગુજરાત

રાજકોટ : દુધનું વહન કરતાં ટેન્કરની પોલીસે કરી જડતી, જુઓ દુધના બદલે શું મળ્યું પોલીસને

રાજકોટ : દુધનું વહન કરતાં ટેન્કરની પોલીસે કરી જડતી, જુઓ દુધના બદલે શું મળ્યું પોલીસને
X

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની રેલમછેલ જોવા મળે છે. બુટલેગરો

રાજયમાં દારૂ ઘુસાડવા માટે અવનવા પેતરા અજમાવતાં હોય છે ત્યારે રાજકોટ પોલીસે

દુધની આડમાં ચાલતાં દારૂના કારોબાર પરથી પડદો ઉચકયો છે.

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને કટારિયા ચોકડીથી

વાવડી તરફ જવાના રસ્તા પર ઉભેલા દૂધના ટેન્કરમાં વિદેશી દારૂની હેરાફેરી થતી

હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે સ્થળ પર પહોંચી ટેન્કરની તલાશી લીધી હતી.

દુધના વહન માટે વપરાતાં ટેન્કરમાંથી પોલીસને વિદેશી દારૂની 5 હજાર કરતાં વધારે બોટલો મળી આવી હતી. પોલીસે ટેન્કરના ડ્રાયવર બુધારામ

બિશ્નોઇની ધરપકડ કરી હતી.

પરપ્રાંતમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે ટેન્કરને ખાસ પ્રકારે મોડીફાઇ

કરાયું હતું. બહારથી આ ટેન્કર સામાન્ય ટેન્કર હોય તેમ જ લાગે છે પણ ટેન્કરની

નીચેની બાજુ કે જ્યાં કોઇની નજર ન પહોંચે ત્યાં એક મોટું ખાનું બનાવવામાં આવ્યું

છે.જ્યાંથી એકથી બે વ્યક્તિ અંદર જઈ શકે અને તેમાં દારૂનો જથ્થો ચઢાવી કે ઉતારી

શકે. પોલીસની આંખમાં ધુળ નાંખવા માટે ટેન્કર પર સાગર ડેરીનો સિમ્બોલ લગાડવામાં

આવ્યો હતો.

Next Story