Connect Gujarat
ગુજરાત

રાજકોટ : પરણિત પ્રેમી સાથે સંબંધોનો અંત લાવવા પરણિતા મળવા આવી, જુઓ પછી શું થયું

રાજકોટ : પરણિત પ્રેમી સાથે સંબંધોનો અંત લાવવા પરણિતા મળવા આવી, જુઓ પછી શું થયું
X

મુંદ્રાની

પરણિતા સાથે સોશિયલ મિડીયા થકી વાર્તાલાપ કરી પ્રેમમાં ફસાવી દુષ્કર્મ કરનારા આરોપીને

રાજકોટ પોલીસે ઝડપી પાડયો છે.

રાજકોટના

ભકિતનગર પોલીસ સ્ટેશનમાં તારીખ 27 ડિસેમ્બરનાં જંગલેશ્વર વિસ્તારમાં રહેતા

જાહિદ ઉર્ફે જાવલો શાહરૂખ આદમાણી અને તેનો બનેવી મહેબુબ હારૂન ડેલા સામે દુષ્કર્મ

કર્યાની ફરીયાદ નોંધાઇ હતી. પોલીસના જણાવ્યાં અનુસાર મુંદ્રાની પરણિતા અને આરોપી

વચ્ચે સોશિયલ મિડીયામાં સંપર્ક થયો હતો.

પરણિતા

ત્યારબાદ તેને મળવા માટે બે વખત રાજકોટ પણ આવી હતી. દરમિયાન પરણિતાને તેનો પ્રેમી

પરણિત હોવાની જાણ થતાં સંબંધો તોડી નાંખ્યાં હતાં. પ્રેમીએ પરણિતાને છેલ્લી વખત

મળવા માટે રાજકોટ બોલાવી હતી. પરિણીતાને આરોપી જંગેલશ્વર વિસ્તારમાં લઇ ગયો હતો

અને રૂમમાં લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આરોપી પરિણીતાને સદર બજારમાં

આવેલી હોટલમાં મુકી ગયો હતો. પરણિતાએ 25 ડિસેમ્બરનાં એસીડ પી જઇને તેમજ હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

હાલ તો પોલીસે આરોપીઓને જેલનાં સળીયા ગણતા કરી દીધા છે. વર્તમાન સમયમાં સોશિયલ

મિડીયાનો દુર ઉપયોગ વધી રહ્યો છે. ત્યારે આ પ્રકારની ઘટનાઓ સમાજ માટે લાલબતી સમાન

છે.

Next Story