Connect Gujarat
ગુજરાત

રાજકોટ : પાલક પિતાના દુષ્કર્મનો ભોગ બનેલી સગીરા બની માતા, જુઓ શું છે ઘટના

રાજકોટ : પાલક પિતાના દુષ્કર્મનો ભોગ બનેલી સગીરા બની માતા, જુઓ શું છે ઘટના
X

રાજકોટના

ગોંડલમાં પાલક પિતાના દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ પુત્રને જન્મ આપ્યો છે. 20 દિવસ પહેલાં દુષ્કર્મનો કિસ્સો સામે

આવતાં પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી હતી.

ગોંડલ

શહેરમાં ૨૦ દિવસ પૂર્વે ૧૪ વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ચકચારી ઘટના સામે આવી

હતી. ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સગીરાએ પુત્રને જન્મ આપ્યો છે. ઉલ્લેખનીય

છે કે ગોંડલ સિટી પોલીસ સ્ટેશને ૧૪ વર્ષની સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદના આધારે

આરોપીની ધરપકડ પણ કરી હતી. ૧૪ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કોઈ અજાણી વ્યક્તિએ નહીં

પરંતુ તેના જ પાલક પિતાએ કર્યું હતું. છરીની અણીએ 14 વર્ષની દીકરી સાથે પાલક પિતા લાલજી

ગોહેલે દુષ્કર્મ આચર્યું હતું. 20 દિવસ પૂર્વે સગીરાને પેટના ભાગે દુખાવો તેમજ ઉલ્ટી થતા તેની માતા તેને લઇ

હોસ્પિટલ પહોંચી હતી. હોસ્પિટલ પહોંચતાની સાથે જ તબીબે સગીરા ગર્ભવતી હોવાનું નિદાન કર્યું

હતું. જે બાદ પાલક પિતાની કરતુત બહાર આવી હતી. રાજકોટની હોસ્પિટલમાં સારવાર લઇ

રહેલી સગીરાએ પુત્રને જન્મ આપ્યો છે.

Next Story
Share it