Connect Gujarat
Featured

રાજકોટ: લગ્નના જોડામાં યુવતી પહોંચી કોલેજ, સાત ફેરા ફરતા પહેલાં આપી પરીક્ષા

રાજકોટ: લગ્નના જોડામાં યુવતી પહોંચી કોલેજ, સાત ફેરા ફરતા પહેલાં આપી પરીક્ષા
X

ઉપલેટામાં અભ્યાસ કરતી સૂપેડી ગામની એક દીકરી કે જેને લગ્ન સમયે લગ્ન કરતાં પહેલાં આપી કોલેજની પરીક્ષા અને ત્યારબાદ પોતાના લગ્ન મંડપમાં લગ્ન કરવા પહોચી હતી. જુઓ આ અહેવાલ

કહેવાય છે કે "ભણેલી દીકરી બે ઘરને તારે છે" ત્યારે ઉપરોક્ત ઉકિતને સાચા અર્થમાં સાર્થક કરતી એક સૂપેડીની યુવતીએ કરી બતાવ્યું છે. ચાંદની નામની યુવતી ધોરાજી તાલુકાના સૂપેડી ગામે રહે છે અને આ યુવતીએ લગ્નના સોળે શણગાર સજીને જીવનની મંગલ શરૂઆત કરતા પહેલા અભ્યાસને મહત્વ આપી અને પોતાના લગ્ન મંડપમાં જતા પહેલા ઉપલેટા ખાતે આવેલ ભાલોડીયા મહિલા કોલેજમાં પોતાની એસ.વાય.બી.એ. ના ત્રીજા સેમેસ્ટરની પરીક્ષા આપી હતી અને આ પરીક્ષા આપ્યા બાદ પરત સુપેડી પોતાના લગ્ન મંડપમાં આવી હતી.

સુપેડીની આ યુવતીએ લગ્નના મંડપમાં હાજરી આપતા પહેલા કૉલેજના બીજા વર્ષની પરીક્ષા આપ્યા બાદ પોતાના પ્રભુતામાં પગલાં માંડવા માટે આગળ ચાલી હતી. આ દીકરીના પિતા પણ દીકરા અને દીકરીમાં કોઈ ભેદભાવ નથી સમજતા, તેમનાં ઘરે સંતાનમાં માત્ર બે દીકરીઓ જ છે જેમાં ચાંદની તેમની મોટી દીકરી કે જે અભ્યાસ ક્ષેત્રમાં પણ ખૂબ હોશિયાર છે. ત્યારે તેમની મહેનત અને તેમના મહેનતના પરિણામને જોઈને તેમના પિતા કિરનદાસ દાળીદરિયાએ પણ આ દીકરીને ક્યારેય અભ્યાસ ક્ષેત્રમાં ક્યારેય કોઈ રોકટોક નથી કરી અને આ દીકરીને અભ્યાસ માટેની તમામ સવલતો પુરી પાડી અને દીકરીને પોતાના આંગણેથી વળાવી હતી.

"બેટી બચાવો, બેટી પઢાઓ" સૂત્રને સાર્થક કરનારા આવા માતા-પિતા દ્વારા જે મહેનત અને પરિશ્રમ કરી અને આવી હોનહાર દીકરીને તેમની અંદર રહેલા હુનરને આગળ વધારવા મદદ કરાતા દીકરીના સાસરિયાં પક્ષના લોકોએ અને તેમના પતિ દ્વારા પણ આવી ચાંદનીને સહયોગ મળ્યો હતો. તેમના પતિ દ્વારા પણ જણાવાયું હતું કે ભલે લગ્ન વિધિમાં થોડું મોડું થાય પણ ચાંદનીની પરીક્ષા બાદ લગ્નની આગળની વિધિ કરીશું. ત્યારે આવા પતિ અને સાસરિયાઓને પણ આવી કામગીરીથી બિરદાવવામાં આવ્યા હતા.

Next Story