Connect Gujarat
Featured

રાજકોટ : ત્રણ સાવજોની હાજરીથી પશુપાલકો ભયના ઓથાર હેઠળ, સાવજોને ફરી જંગલમાં મોકલવા માંગ

રાજકોટ : ત્રણ સાવજોની હાજરીથી પશુપાલકો ભયના ઓથાર હેઠળ, સાવજોને ફરી જંગલમાં મોકલવા માંગ
X

ગીરના જંગલોમાં વસવાટ કરતાં એશિયાટીક સિંહો હવે તેમનો વિસ્તાર વધારી રહયાં છે. રાજકોટથી 22 કીમીના વિસ્તારમાં ત્રણ સાવજો આવી ગયાં છે અને તેમણે 40 દિવસમાં 36 જેટલા પશુઓનું મારણ કરતાં માલધારીઓમાં ફફડાટ ફેલાયો છે.

છેલ્લા 40 દિવસથી રાજકોટ જિલ્લામાં સાવજોની ત્રિપુટીએ ધામા નાખ્યા છે અને તેમણે 36થી વધુ પશુધનના મારણ કર્યા હોવાનું સામે આવ્યું છે. ગત સપ્તાહે સાવજો રાજકોટ શહેરના સીમાડા સુધી પહોંચ્યા હોવાનું સામે આવ્યું હતું. તો સાથે જ રાજકોટ શહેરના આજી ડેમ વિસ્તાર પાસે આવેલી એક વાડીમાં ગાયનું મારણ કર્યું હતું. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી સાવજોની ત્રિપુટીએ રાજકોટ તેમજ સરધાર રેન્જમાં દેખા દીધી છે.

છેલ્લા ત્રણ દિવસથી રાજકોટ શહેર થી ૨૨ કિલોમીટર દુર આવેલા વડાળી ગામે સાવજ ત્રિપુટી લટાર મારતી દેખાઈ રહી છે. ત્યારે રાત્રિના સમયે ગામના સીમાડે સિહો લટાર મારતા હોય તેવો વીડીયો ગ્રામજનોએ પોતાના કેમેરામાં કેદ કર્યો છે. ત્યારે આજે વહેલી સવારે ગામના સીમ વિસ્તારમાં એક વાછરડીનું મારણ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે દિવસેને દિવસે પશુધનના મરણનો આંક કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. જેના કારણે માલધારીઓએ પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ને પત્ર લખી ગીરના સિંહોને ગીર તરફ વાળવામાં આવે તે પ્રકારની રજૂઆત પણ કરી છે.

Next Story