Connect Gujarat
Featured

રાજકોટ: પોલીસ મથકમાં બનાવ્યો ટીકટોક વિડિયો, પોલીસે કરી 2 લોકોની ધરપકડ

રાજકોટ: પોલીસ મથકમાં બનાવ્યો ટીકટોક વિડિયો, પોલીસે કરી 2 લોકોની ધરપકડ
X

રાજકોટ શહેરના બી’ ડિવીઝન પોલીસ મથકમાં ટીકટોક વિડિયો બનાવનાર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસે 2 લોકોની ધરપકડ કરી અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર, રાજકોટના બી’ ડિવીઝન પોલીસ મથકના ટીકટોક વિડિયો વાયરલ થતાં પોલીસે મુખ્ય આરોપી નિલેશ ખીંટને બોલાવી પુછપરછ કરતા તેને કબુલ્યું હતું કે, રાયોટીંગના ગુનામાં જામીન પર મુકત થયા બાદ પોલીસ મથકે હાજરી પુરાવવા ગયો હતો, તે દરમ્યાન અન્ય આરોપી કેવલ મકવાણા, નિસીત મકવાણા અને કેવલ ખીંટ આવ્યા હતા, ત્યારે તેમના કહેવાથી મિત્ર કેવલ અને અન્ય મિત્ર ધ્રુરવ મોણપરાએ મોબાઇલમાં 2 વિડીયો બનાવ્યા હતા. જે બન્ને વિડીયો બાદમાં નિલેશ ખીંટે તેના ટીકટોક આઇડીમાં વાયરલ કર્યા હતા. સમગ્ર મામલે પોલીસે આઇટી એકટ હેઠળની કલમો નોંધી નિલેશ ખીંટ અને ધુ્રવ મોણપરાની ધરપકડ કરી હતી. હાલ ત્રીજા આરોપી કેવલ ખીંટની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Next Story