રાજકોટ : ચીનમાં યુનિવર્સીટીએ આપ્યાં છે માસ્ક પણ છાત્રોમાં છે ભયનો માહોલ

0

ચીનમાં કોરોના વાયરસના વાવરને પગલે યુનિવર્સીટી તરફથી માસ્ક આપવામાં આવ્યાં છે પણ વિદ્યાર્થીઓ ઘરમાં રહેવાનું પસંદ કરી રહયાં છે. રાજકોટના પણ અનેક વિદ્યાર્થીઓ હાલ ચીનમાં ફસાયાં છે.  

ચીનમાં અભ્યાસ કરવા માટે ગયેલાં રાજકોટ, વડોદરા, સુરત, અમદાવાદ, જૂનાગઢ, વડનગર, મહેસાણા સહિતના શહેરોના વિદ્યાર્થીઓ ત્યાં ફસાઇ ગયાં છે. કનેકટ ગુજરાત એ ચીનમાં ફસાયેલ વિદ્યાર્થીનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો.સુરેન્દ્રનગર જિલ્લાના ઉમંગ બબલાણીએ  કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તે છેલ્લા પાંચ વર્ષથી ચીનમાં રહે છે અને પ્લાંછંગ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. ઉબેક, પ્રોવેનસ અને વુહાન સિટીમાં કોરોના વાઈરસના મોટા પ્રમાણમાં કેસ જોવા મળ્યા છે. યુનિવર્સિટી તરફથી તમામ વિદ્યાર્થીઓને માસ્ક આપવામાં આવ્યા છે. તો હાલ તમામ વિદ્યાર્થીઓ અને લોકો પોતાના ઘરમાં રહેવાનું જ પસંદ કરી રહ્યા છે.

ચીનમાં કોરના વાયરસના કારણે અત્યાર સુધીમાં 107થી વધારે લોકોના મૃત્યુ થઇ ચુકયાં છે. રાજકોટમાં એરપોર્ટ હોવાથી કોઇ મુસાફરના માધ્યમથી વાયરસનો પગપેસારો ન થાય તે માટે તકેદારીના પગલાં લેવાઇ રહયાં છે. રાજકોટ એરપોર્ટ ખાતે એડવાઇઝરી બેનર્સ લગાડી દેવામાં આવ્યાં છે. રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે શ્વાસના રોગના તમામ તબીબોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. દર્દી દાખલ થાય ત્યારે તકેદારીના પગલા લેવા સૂચના આપી દેવામાં આવી છે 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here