Connect Gujarat
ગુજરાત

રાજકોટ: પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુક્કલને લઈ પોલીસના દરોડા, અનેકની કરાઇ અટકાયત

રાજકોટ: પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુક્કલને લઈ પોલીસના દરોડા, અનેકની કરાઇ અટકાયત
X

રાજકોટમાં ઉતરાયણના તહેવારને આડે હવે ગણતરીની કલાકો જ બાકી બચી છે. ત્યારે રાજકોટ પોલીસે પણ પ્રતિબંધિત દોરી અને તુક્કલોને લઈ કામગીરી હાથ ધરી છે. ત્યારે શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમા પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામા આવ્યુ છે.

રાજકોટ ક્રાઈમ બ્રાંચ દ્વારા જંકશન પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ૨૧ નંગ ચાઈનીઝ દોરી પકડી પાડી છે. તો થોરાળા પોલીસે ચુનારા વાડ ચોકમાથી પ્રતિબંધિત ૬ નંગ ચાઈનીઝ દોરી પકડી પાડી છે. ત્યારે ભક્તિનગર પોલીસે ગત રાત્રે ૩૯૦ નંગ ચાઈનીઝ તુક્કલનો જથ્થો ઝડપી પાડયો છે. તો સાથે જ ધર્મેશ રાણપરિયા નામના શખ્સની અટકાયત પણ કરી છે.

Next Story