Connect Gujarat
Featured

રાજકોટ : હોમટાઉન રાજકોટને CMએ 5 કરોડ રૂપિયા ફાળવ્યાં, કાલથી ટેસ્ટની સંખ્યા વધારાશે

રાજકોટ : હોમટાઉન રાજકોટને CMએ 5 કરોડ રૂપિયા ફાળવ્યાં, કાલથી ટેસ્ટની સંખ્યા વધારાશે
X

અમદાવાદ બાદ હવે રાજકોટમાં કોરોનાના કેસ વધી રહયાં છે ત્યારે બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે રાજકોટની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના હોમટાઉન રાજકોટને 5 કરોડ રૂપિયાની ફાળવણી તેમજ ગુરૂવારથી કોરોનાના ટેસ્ટની સંખ્યા બમણી કરાશે તેવી જાહેરાત કરી છે.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે 5 મહિનાના અંતરાલ બાદ બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજકોટની સ્થિતિ સમીક્ષા કરવા રાજકોટ પહોંચ્યાં હતાં. જયાં તેમણે અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન રાજકોટમાં કોરોનાથી થયેલાં મૃત્યુના આંકડાઓમાં વિસંગતતા જણાતાં મુખ્યમંત્રીએ સ્થાનિક અધિકારીઓ પાસેથી જવાબ માંગ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીએમ રિલીફ ફંડ માંથી આજે રાજકોટ ને વધુ 5 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોરોનાના વાવરને પહોંચી વળવા માટે રાજકોટમાં 3500 બેડની વ્યવસ્થા થઇ ગઈ છે . આ ઉપરાંત રાજકોટમાં ગુરૂવારથી કોરોના ટેસ્ટિંગની સંખ્યા બમણી કરી દેવામાં આવશે. તેમણે રાજકોટ તથા સૌરાષ્ટ્રવાસીઓને આશ્વાસન આપતાં જણાવ્યું હતું કે, રાજકોટની હોસ્પિટલોમાં 50 ટકા બેડ ખાલી હોવાથી સારવાર માટે કોઇ ચિંતા કરવાની જરૂર નથી. રાજકોટથી મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરાની મુલાકાત માટે રવાના થયાં હતાં. મુખ્યમંત્રી સાથે મુખ્ય સચિવ સહિતના અધિકારીઓનો કાફલો પણ જોડાયો છે.

Next Story