Connect Gujarat

રાજકોટ : એકબીજાથી દુર રહેવું જ એ જ હવે કોરોના વાયરસને રોકવાનો વિકલ્પ

રાજકોટ : એકબીજાથી દુર રહેવું જ એ જ હવે કોરોના વાયરસને રોકવાનો વિકલ્પ
X

ગુજરાતના છ જિલ્લાઓમાં લોકડાઉન જાહેર કરાયું છે પણ તેમ છતાં લોકો હજી તેનો અમલ કરતાં નથી. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોને તેમના ઘરોમાં રહેવા માટે અપીલ કરી છે.

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહયાં છે. કચ્છ, રાજકોટ, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં લોક ડાઉનની જાહેરાત કરી દેવામાં આવી છે તેમજ અન્ય જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરી દેવાય છે. લોક ડાઉન વેળા લોકોને દુધ, અનાજ કરિયાણા અને દવાઓ મળી રહે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયની તમામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિચાર વિમર્શ કર્યો હતો.

તમામ ચેમ્બર ઓફ કોમર્સે દુકાનો બંધ રાખવા માટે સહમતી દર્શાવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોને કામ વગર ઘરની બહાર નહિ નીકળવા માટે અપીલ કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, કોરોના વાયરસ અંગે ગુજરાત નિર્ણાયક તબકકામાંથી પસાર થઇ રહયું છે ત્યારે લોકો એકબીજાનો સંપર્ક ટાળે તે એક માત્ર વિકલ્પ છે.

Next Story
Share it