Connect Gujarat
Featured

રાજકોટ : 2 નબીરાઓએ રસ્તા વચ્ચે કાર રોકી "રાજકોટ કા રાજા" ગીત પર કર્યો ડાન્સ, જુઓ વિડિયો વાઇરલ થતાં પોલીસે શું કર્યું..!

રાજકોટ : 2 નબીરાઓએ રસ્તા વચ્ચે કાર રોકી રાજકોટ કા રાજા ગીત પર કર્યો ડાન્સ, જુઓ વિડિયો વાઇરલ થતાં પોલીસે શું કર્યું..!
X

રાજકોટ શહેરના રસ્તા પર 2 નબીરાઓએ કારને મુખ્ય માર્ગ પર વચ્ચો વચ્ચ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય તે પ્રકારે પાર્ક કરીને ડાન્સ કરતા હોય તેવો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. સમગ્ર મામલે પોલીસે વાઇરલ વિડિયોના આધારે બન્ને નબીરાઓની ધરપકડ કરી છે. તો સાથે જ બન્ને નબીરાઓ પાસે જાહેર જનતાની માફી માંગતો વિડીયો શેર કરાવ્યો છે.

રાજકોટમાં હાલ એક વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે. જે વિડિયોમાં 2 નબીરાઓએ રાત્રિના સમયે શહેરના મુખ્ય માર્ગ પર કાર ઊભી રાખી ટ્રાફિક સમસ્યા ઊભી કરી રહ્યા હોય તે પ્રકારનો વિડિયો વાઇરલ કર્યો છે. જોકે વાઇરલ થયેલા વિડિયોમાં બન્ને યુવકો "રાજકોટ કા રાજા" ગીત પર ડાન્સ કરી રહ્યા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે, ત્યારે રસ્તાની વચ્ચોવચ કાર ઉભી રાખતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હોવાનું વિડિયોમાં જોવા મળી રહ્યું છે.

સમગ્ર મામલે રાજકોટ શહેર પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા બન્ને નબીરાઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, ત્યારે વાઇરલ વિડિયોના આધારે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ભાવિન ફીચડીયા અને બલરાજસિંહ જાડેજા નામના 2 યુવકોની અટકાયત કરી છે. જેમાં બન્ને યુવકોએ આ વિડિયો વર્ષ 2018માં કાલાવડ રોડ પર આવેલ ક્રિસ્ટલ મોલ પાસે બનાવ્યો હોવાનું કબૂલ્યું હતું. તો સાથે જ બન્ને નબીરાઓ પાસે જાહેર જનતાની માફી માંગતો વિડીયો પણ શેર કરાવવામાં આવ્યો છે.

Next Story