Connect Gujarat
સમાચાર

રાજકોટ : વિરપુરમાં બસ સ્ટેન્ડથી મંદિર જવાનો રસ્તો બિસ્માર બની ગયો

રાજકોટ :  વિરપુરમાં બસ સ્ટેન્ડથી મંદિર જવાનો રસ્તો બિસ્માર બની ગયો
X

રાજકોટ જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ વિરપુર ગામે હાઇવે પર આવેલાં બસ સ્ટેન્ડથી મંદિર સુધીનો માર્ગ બિસ્માર હોવાથી શ્રધ્ધાળુઓ ભારે હાલાકીનો સામનો કરી રહયાં છે……

સૌરાષ્ટ્રના જગ વિખ્યાત સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ગામે હાઇવે અને બસ સ્ટેન્ડથી લઈને પૂજ્ય જલારામબાપાના મંદિર તરફ જવાનો રસ્તો બે વર્ષ પહેલાં માર્ગ અને મકાન વિભાગ તરફથી બનાવવામાં આવ્યો હતો. માત્ર બે વર્ષમાં જ રસ્તો ખખડધજ બની જતાં રસ્તાના બાંધકામની ગુણવત્તા સામે સવાલો ઉભા થયાં છે. ગામના સરપંચ સહિતના અનેક આગેવાનોએ વારંવાર રજુઆત કરી હોવા છતાં આજદિન સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

જલારામ બાપાના દેશ વિદેશમાં અનુયાયીઓ રહેતાં હોવાથી તેઓ અવારનવાર વિરપુર ખાતે દર્શન માટે આવતાં રહે છે. બસ સ્ટેન્ડથી મંદિર સુધીનો બનેલ આ રોડ પર બન્ને સાઈડ પેવર બ્લોક નાખેલ જે પેવર બ્લોક અનેક જગ્યાએ થી ઉખડી ગયા હોવાથી આ રોડ અતિ બિસ્માર બની ગયો છે. જેથી આ રોડ પરથી પસાર થતા વાહનો સ્લીપ થવાના તેમજ અકસ્માતના બનાવો વધ્યાં છે. સ્થાનિક લોકોએ આ રસ્તો આરસીસીનો બનાવવામાં આવે તેવી માંગણી કરી છે.

Next Story