Connect Gujarat
ગુજરાત

રાજકોટ : પ્રતિષ્ઠિત પરિવારની મહિલાને લાગી જુગારની લત, 15 લાખ રૂપિયા હારી જતાં જુઓ શું કર્યું

રાજકોટ : પ્રતિષ્ઠિત પરિવારની મહિલાને લાગી જુગારની લત, 15 લાખ રૂપિયા હારી જતાં જુઓ શું કર્યું
X

રાજકોટમાં જુગારની લતે ચઢી ગયેલી વેપારીની પત્ની 15 લાખ રૂપિયા હારી જતાં તેણે પરિવારની જાણ બહાર જ 50 તોલા સોનું ગીરવે મુકી દીધું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

રાજકોટના મેઘાણીનગરમાં રહેતા અને અનાજની દુકાન ચલાવતા અંકિત ભીમાણીએ ભક્તિનગર પોલીસમાં અમદાવાદ નિકોલમાં રહેતી તેની પત્ની એકતા વિરૂધ્ધ ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના જણાવ્યા મુજબ એકતા જુગાર રમવાની ટેવ ધરાવતી હોય અને જુગારમાં 15 લાખ રૂપિયા હારી ગઇ હતી. જુગારમાં હારી ગયાં બાદ તેણે પરિવારની જાણ બહાર 50 તોલા સોનું ફાયનાન્સ કંપનીમાં ગીરવે મુકી દઇ અમદાવાદ ખાતે રહેવા આવી ગઇ હતી. પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી લીધી છે. રાજકોટના એસીપી રાઠોડે જણાવ્યું હતું કે, આરોપી એકતા આત્મીય કોલેજમાં બીસીએનો અભ્યાસ કરતી હતી વર્ષ 2014માં અભ્યાસ પૂરો કર્યા બાદ તેણીએ વર્ષ 2017માં અંકિત સાથે લગ્ન કર્યા હતા.

લગ્ન બાદ તેણીને જુગારની લત લાગતાં તે પોપટપરમાં અલકા નામની મહિલાની કલબમાં જુગાર રમવા જતી હતી. ઘરેથી તે જીમમાં જતી હોવાનું કહીને નીકળતી હતી. અલકા આરોપી મહિલા પાસે વ્યાજ સહિત 25 લાખ રૂપિયા માંગતી હતી.દેવાની રકમ ભરવા માટે તેના ઘરમાં કબાટમાં રહેલા તેના 22 તોલા સોનામાં દાગીના મળી કુલ 50 તોલા દાગીના ફાયનાન્સમાં ગીરવે મૂકી રૂા. 15 લાખ મેળવી અલકાને ચુકવી દીધાં હતાં. દેવું વધી જતાં તે રાજકોટથી અમદાવાદ રહેવા માટે આવી ગઇ હતી.

Next Story