Connect Gujarat
Featured

રાજકોટ : એમ્બ્રોઈડરીના મોટા મશીનો ચલાવતી જેતપુરની મહિલાઓ, પોતાના પરિવારને ઘરખર્ચમાં બની સહાયરૂપ

રાજકોટ : એમ્બ્રોઈડરીના મોટા મશીનો ચલાવતી જેતપુરની મહિલાઓ, પોતાના પરિવારને ઘરખર્ચમાં બની સહાયરૂપ
X

આજે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાની મહિલાઓ એમ્બ્રોઈડરી મશીન ચલાવી ઘરખર્ચમાં પોતાના પરિવારને સહાયરૂપ બની છે.

ઔદ્યોગિક શહેર જેતપુરમાં આમ તો સાડીનો ઉદ્યોગ મોટા પાયે ચાલી રહ્યો છે, તેવામાં અહીની સાડીઓમાં એમ્બ્રોઈડરી વર્કનું વિશેષ મહત્વ રહ્યું છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો એમ્બ્રોઈડરીના મોટા મોટા મશીનોને પુરુષો ચલાવતા હોય છે. પરંતું જેતપુરમાં આ કપરું અને અઘરું કામ સ્થાનિક મહિલાઓ કરી રહી છે, ત્યારે જેતપુરની મહિલા કોન્ટ્રાક્ટર સોનલ રાતોજાએ 100થી વધુ મહિલાઓને એમ્બ્રોઈડરી મશીન ચલાવતા શીખવ્યું છે.

જોકે, જેતપુરની મહિલાઓ એમ્બ્રોઈડરી મશીન ચલાવી પોતાના પરિવારને ઘરખર્ચમાં સહાયરૂપ બની છે, ત્યારે પોતાના પરિવાર માટે અહીની મહિલાઓ એક દિકરા સમાન કામ કરે છે. હાલ તેઓ 20 જેટલી મહિલાઓને આ પ્રકારની આજીવિકા અપાવીને તેમના પરિવારનો ટેકો બનાવી એક સાહસિક ઉદાહરણ પૂરું પાડ્યું છે. આમ તો આપણે મહિલાઓ વિશે લખવા જઇએ એટલું ઓછું છે, એટલે જ તો નારીને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે.

Next Story