Connect Gujarat
રાજકોટ 

રાજકોટ : શાળામાં બાળકો અને શિક્ષકો માટે IMAની ગાઇડલાઇન, વાંચો કેવા કરાયા સૂચન..!

ઓમિક્રોન વેરિયન્ટને લઈને હાલ દેશ અને દુનિયામાં દહેશત જેવો માહોલ જોવા મળી રહ્યો છે,

રાજકોટ : શાળામાં બાળકો અને શિક્ષકો માટે IMAની ગાઇડલાઇન, વાંચો કેવા કરાયા સૂચન..!
X

ઓમિક્રોન વેરિયન્ટને લઈને હાલ દેશ અને દુનિયામાં દહેશત જેવો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે કોરોનાના આ નવા વેરિયન્ટને લઈને રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં વિદેશથી આવતા લોકો માટે ક્વોરન્ટાઈન ફરજિયાત કરી દેવામાં આવ્યું છે, તેમજ વેક્સિન ઝુંબેશ પણ પુરજોશમાં હાથ ધરવામાં આવી છે.

ઓમિક્રોન વેરિયન્ટની ગંભીર સ્થિતિને જોતાં રાજકોટ IMA દ્વારા ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. જેમાં શાળામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફને લઈને મહત્વના સૂચનો કરવામાં આવ્યા છે. કેટલીક સ્વનિર્ભર શાળાના સંચાલકોએ IMA પાસેથી સુચનો મંગાવ્યા હતા. આ ગાઈડલાઈનમાં કહેવાયું છે કે, વિદ્યાર્થીઓ ઘરેથી હૂંફાળુ પાણી બોટલમાં ભરી લઈને આવે, નાસ્તા-જમવામાં દહીં-છાસ જેવા ઠંડા પદાર્થનો ઉપયોગ ન કરવો, વિદ્યાર્થીઓએ ગરમ-રાંધેલો નાસ્તો લેવો, કોરોનાના નિયમો, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું અમલ કરવું, વિદ્યાર્થી N-95 માસ્ક પહેરીને જ સ્કૂલે આવે તેવું પણ ગાઈડલાઈનમાં જણાવ્યું છે. રાજકોટ IMA દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનમાં વિદ્યાર્થી દહી-છાસ, આઈસ્ક્રીમ, ઠંડા પીણા વગેરેથી દૂર રહે તેવો નિર્દેશ કરાયો છે. શાળાના શિક્ષકો અને સ્ટાફ પણ N-95 માસ્ક ફરજીયાત પહેરે તેવો નિર્દેશ કરાયો છે. શિક્ષકો પણ ફેસ શિલ્ડ પહેરીને વિદ્યાર્થીઓને ભણાવે તેવું પણ IMA દ્વારા કહેવાયું છે. આ સાથે જ શાળા પ્રવેશ સમયે તાવ, શરદી, ઉધરસ ન હોય એ સુનિશ્ચિત કરવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે.

Next Story