Connect Gujarat
Featured

ચીને ભારતની ધરતી પર કબજો કર્યાનો રાજનાથ સિંહનો સ્વીકાર, કહ્યું - એક ઇંચ પણ જમીન નહીં છોડીએ

ચીને ભારતની ધરતી પર કબજો કર્યાનો રાજનાથ સિંહનો સ્વીકાર, કહ્યું - એક ઇંચ પણ જમીન નહીં છોડીએ
X

રાજ્યસભામાં રાજનાથસિંહે કહ્યું, 'અમે નિયંત્રણ રેખા પર શાંતિપૂર્ણ સ્થિતિ જાળવી રાખવા કટિબદ્ધ છીએ. ભારતે હંમેશા દ્વિપક્ષીય સંબંધો જાળવવા જોર કર્યું છે. આપણાં સુરક્ષા દળોએ સાબિત કર્યું છે કે તેઓ દેશની સાર્વભૌમત્વની સુરક્ષા માટે કોઈપણ પડકારનો સામનો કરવા તૈયાર છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ભારત-ચીન સરહદ વિવાદ અંગે સંસદમાં નિવેદન આપ્યું છે. રાજનાથસિંહે રાજ્યસભામાં ભારપૂર્વક કહ્યું છે કે ભારતની ધરતી પર ચીને કબજો કર્યો છે, અમે એક ઇંચ પણ જમીન છોડીએ નહીં. ભારતે ચીનને એલએસી સ્વીકારવાની વિનંતી કરી છે. સ્થિતિને બદલવાનો પ્રયાસ ન કરવો જોઇએ. બંને પક્ષો પરસ્પર સંમતિનું પાલન કરે.

રાજનાથસિંહે કહ્યું, 'સપ્ટેમ્બર 2020 થી ભારત અને ચીની સૈન્ય અને રાજકીય સ્તરે વાતચીત થઈ રહી છે. પેગોંગ તળાવથી દક્ષિણ અને ઉત્તરમાં સમાધાન થઈ ગયું છે. બંને પક્ષો તેમની સેના પાછી ખેંચશે. ચીન ફિંગર 8 પર અને ભારત ફિંગર 3 પર હશે. સીમા પર એપ્રિલ 2020 પહેલાંની સ્થિતિ બનાવવામાં આવશે. પેટ્રોલિંગ હમણાં નહીં થાય. સમાધાન થયા પછી પેટ્રોલિંગ ફરી શરૂ થશે. હજી કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવાની બાકી છે જે ચાલુ રહેશે.

સંરક્ષણ પ્રધાને વધુમાં કહ્યું કે, 'ગયા વર્ષે ચીને એલએસીની આસપાસ પ્રવેશવાનો પ્રયાસ કર્યો, અમે કાર્યવાહી કરી. ગયા વર્ષે દારૂગોળો પણ એકત્રિત થયો હતો. 1962 થી ચીન લદ્દાખના ક્ષેત્ર પર બિનસત્તાવાર રીતે કબજો કરી રહ્યું છે, પાકિસ્તાને પણ અમારી જમીન ચીનને આપી દીધી છે. ચાઇનાએ અનધિકૃત રીતે 43 હજાર ચોરસ કિલોમીટર કબજે કર્યું છે. આનાથી ચીન અને ભારતના સંબંધોને અસર થઈ છે. ચીને દારૂ ગોળા એલએસી પર ભેગા કર્યા છે.

Next Story