Connect Gujarat
ગુજરાત

સુરતમાં મેક ઇન ઇન્ડિયા પ્રોજેકટ હેઠળ તૈયાર થયેલી K-9 વજ્ર ટેન્કને રાજનાથ આપશે લીલી ઝંડી

સુરતમાં મેક ઇન ઇન્ડિયા પ્રોજેકટ હેઠળ તૈયાર થયેલી K-9 વજ્ર ટેન્કને રાજનાથ આપશે લીલી ઝંડી
X

‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત વર્ષ માર્ચ, 2018માં અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર L&T પ્રાઇવેટ કંપનીને આપવામાં આવ્યો છે. હજીરા L&T પ્લાન્ટમાં હાલ દેશની સૌથી મોટા ઓર્ડરની ટેન્કને ડેમો માટે તૈયાર કરીને આર્મીને ટેસ્ટિંગ હેતું મોકલવામાં આવી છે. ડિફેન્સના નિષ્ણાતો આ ટેન્કને ‘ટેન્ક સેલ્ફ પ્રોપેલલ્ડ હૉવીટઝર ગન’ કહે છે. આ મેક ઇન ઇન્ડિયા પ્રોજેકટ હેઠળ તૈયાર થયેલી K-9 વજ્ર ટેન્ક, બોફોર્સ ટેન્કને પણ ટક્કર મારે એવી છે. ભારત દેશની રક્ષા કરનારા વીર જવાનો માટે આ ટેન્ક મહત્વની પુરવાર થઇ રહી છે.

ભારત દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ સુરતની

મુલાકાતે આવાના છે. સુરત શહેર માટે ગર્વની વાત છે કે ડિફેન્સની સૌથી મોટી ડીલ તે

પણ ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ સુરતના હજીરા

ખાતે આવેલા L&T પ્લાન્ટમાં તૈયાર થઈ છે. વડાપ્રધાન

નરેન્દ્ર મોદીની અતિ મહત્વાકાંક્ષી યોજના ‘મેક ઇન ઇન્ડિયા’ને પ્રોત્સાહન આપતી આર્મી ટેન્ક સુરત L&T પ્લાન્ટમાં

તૈયાર કરવામાં આવી રહી છે.

રક્ષામંત્રી સુરત આવ્યા બાદ 51મી ટેંકને ફ્લેગ

ઓફ કરશે. રક્ષામંત્રી રાજનાથ સિંહ L&Tમાં આવશે અને 51મી ‘K9 VAJRA’ ટેન્કને ફ્લેગ ઓફ કરશે. આવતી કાલે સવારે 10

કલાકે રક્ષામંત્રી આવશે. હાલ આ K-9 વજ્ર ટેન્ક ટેસ્ટિંગ માટે

આર્મીને મોકલવામાં આવી છે. ઇન્ડિયન મિલિટ્રીને અર્પણ કરતાં પહેલા વર્ષ 2019માં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હજીરા ખાતે આવ્યા હતા અને આ ટેન્કનું લોકાર્પણ કર્યા

હતું.

155 MM K 52 કેલિબરની તોપ

છે. 40 કિમી સુધીની મારક ક્ષમતાને વધારીને 75 કિમી સુધી કરી શકાય છે. તે સેલ્ફ

પ્રોપેલ્ડ એટલે કે ઓટોમેટિક લોડ થવાની ક્ષમતા છે. આ કારણે ઘણાં ઓછા સમયમાં વધારે

ફાયર કરી શકે છે. તેની સાથે તેનું 1000 હોર્સ પાવર એન્જિન તેને ઘણી ઝડપથી મુવ

કરવાની ક્ષમતા આપે છે. તે ફાયર કરીને ઝડપથી બીજી જગ્યાએ પહોંચી શકે છે. કે જેથી

લોકેશનની જાણકારી દુશ્મનોને મળી શકે નહીં. ઉપરાંત એક સાથે ઘણાં તોપગોળા ફેંકી શકે

છે. જે એકસાથે એક ટાર્ગેટ પર પડે છે. જેના થકી વિનાશક ઇમ્પેક્ટ થાય છે. તે કેમિકલ,

બાયોલોજિકલ, રેડિયો લોજિકલ અને ન્યુક્લિયર

રેંજ પ્રુફ છે.

Next Story