Connect Gujarat
ગુજરાત

ચોરીના મુદ્દામાલ સાથે ૧ને ઝડપી, બે ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી રાજપારડી પોલીસ

ચોરીના મુદ્દામાલ સાથે ૧ને ઝડપી, બે ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી રાજપારડી પોલીસ
X

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના તેમજ માર્ગદર્શન મુજબ ભરૂચ જીલ્લામા મિલ્કત સબંધી અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે જણાવેલ જે સુચના આધારે ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એમ.પી.ભોજાણી સાહેબ, અંક્લેશ્વર વિભાગના જરૂરી સુચના તેમજ માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. જે.બી.જાદવ તેમજ પોલીસ સ્ટાફ રાજપારડી પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે એક ઇસમ ખેત

વપરાશનો ડ્રીપ ઈરીગેશનને લગતો સામાન લઇને ભંગારીયાને ત્યાં વેચવા માટે જવાનો છે.

જે બાતમીથી રાજપારડી પો.સ્ટે. વિસ્તારમાં વોચમા હતા દરમ્યાન એક શંકાસ્પદ ઇસમ

રાજપારડી આદિવાસી સ્મશાનના પાછળના ભાગેથી પોતાના હાથમા મિણીયો થેલો લઇને લપાતો

છુપાતો જતો હોય તેની ઉપર શંકા જતા તેને રોકી લઇ તેની પુછપરછ કરતા તેને પોતાનુ નામ

સંજયભાઇ બાબુભાઇ વસાવા રહે.કાલીયાપુરા, રાજપારડી તા.ઝઘડીયાનો

હોવાનું જણાવ્યું હતું. તેના હાથમાના મિણીયા થેલાને ચેક કરતા તેમાં ડ્રીપ

ઈરીગેશનને લગતોસામાન વેન્ચુરી પાઇપ-૦૧, એર વાલ્વ-૦૧, બોલ વાલ્વ-૦૧, ૪-ની ટી-૦૧, ૨-ની

પાઇપ એર વાલ્વ સાથે-૦૧ જેટલો સામાન આશરે કિ.રૂ.૬૮૦૦/- નો મળી આવ્યો હતો.

પકડાયેલા ઇસમને તેની પાસેના ડ્રીપ ઈરીગેશનને લગતા

સામાન બાબતે પુછપરછ કરતા જણાવેલ કે હું તથા મારા સાથીદાર સંજયભાઇ શનાભાઇ વસાવા રહે.પીપદરા

તથા વિજયભાઇ જયંતીભાઇ વસાવા રહે.પીપદરા નાઓએ ડ્રીપ ઈરીગેશનને લગતો સામાન અગાઉ કૃષ્ણપરી

ગામની સીમમાથી ચોરી કરેલ હતો અને અમો ત્રણેવ જણાએ ચોરેલ સામાનનો સરખો ભાગ પાડો

દીધેલ હતો.

પોલીસે પકડાયેલા ઇસમને પોલીસ સ્ટેશન લાવી

યુક્તિ-પ્રયુક્તિથી સધન પુછપરછ કરતા તે ભાંગી પડેલો અને અગાઉ રઝલવાડા ગામેથી

મોબાઇલ ટાવર ઉભા કરવા માટેના પાઇપો ચોરી કરેલાનુ કબુલાત કરતા તે પાઇપો પૈકી બે

પાઇપો બતાવેલ જગ્યાએથી રીકવર કરવામા આવી હતી. જેની આશરે કિ.રૂ.૪૯,૪૭૮/- થવા જાય છે. આમ ચોરીએ ગયેલ મુદ્દામાલ પૈકી રીકવર કરેલ મુદ્દામાલની

કુલ કિ.રૂ. ૫૬,ર૭૮/-ગણી પોલીસે તેના વિરૂધ કાયદેસરની કાર્યવાહી

હાથધરી હતી.

Next Story