Connect Gujarat
ગુજરાત

રાજ્પારડી પોલીસે જુગારધામ પર છાપો મારી રૂપિયા ૨૫,૦૧,૩૨૦ના મુદામાલ સાથે ૧૦ની કરી અટકાયત!

રાજ્પારડી પોલીસે જુગારધામ પર છાપો મારી રૂપિયા ૨૫,૦૧,૩૨૦ના મુદામાલ સાથે ૧૦ની કરી અટકાયત!
X

પોલીસે જુગારના રૂપિયા ૯૯૮૨૦,૭ વાહનો તેમજ ૧૨ મોબાઇલ મળી કુલ ૨૫૦૧૩૨૦નો મુદ્દામાલ કબ્જે કર્યો

ભરૂચ જિલ્લામાં ઘમઘતા જુગારના અડ્ડા બંધ કરવા એસ.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચનાથી અંકલેશ્વર ડીવાયએસપી લખધિરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ રાજપારડીના એક જુગારધામ ઉપર છાપો માર્યો હતો.

પોલીસને મળેલ બાતમીના આધારે નેત્રંગ રોડ રાજપારડી ખાતે આવેલ અમી કન્ટ્રકશનની ઓફીસમાં છાપો મારતા ઓફીસના માલીક દિનેશ અવલસિંગ રાવત રહે રાજ્પારડીના ઓ પોતાની માલીકૂની ઓફીસમાં અન્ય ૯ જેટલા ઇસમોને ભેગા કરી પત્તાપાનાનો હાર-જીતનો જુગાર રમી-રમાડતા પોલીસના હાથે રંગેહાથ ઝડપાયા હતા.

પોલીસે છાપા દરમિયાન દિનેશ રાવતની અટકાયત કરવા સાથે જુગારના રોકડા રુપિયા ૯૯૮૨૦/- તેમજ ૧૨ નંગ મોબાઇલ કિંમત ૫૧૫૦૦/- તેમજ ૩ નંગ ટુ વ્હીલર ગાડી કિમત રૂપિયા ૫૦૦૦૦, ૪ ફોર વ્હીલ ગાડી કિંમત રૂપિયા ૨૩,૦૦૦૦૦/- તેમજ જુગારના સાધનો મળી ક્લ રૂપિયા ૨૫,૦૧,૩૨૦/-નો મુદ્દામાલ કબ્જે કરી તમામ જુગારીયાઓ વિરૂધ જુગારધારા કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story
Share it