રાજપીપલા: સગીરાની છેડતી કરતા રોમિયોને ઝડપી પાડતી નિર્ભયા સ્કોર્ડ

58

રાજપીપલા નર્મદા જિલ્લા અતિપછાત જિલ્લો છે અને રાજપીપલા શહેર માં અનેક નાના ગામડાઓમાંથી વિધાર્થિનીઓ શાળામાં ભણવા આવે છે ત્યારે આ વિધાર્થીઓ ની છેડતીના બનાવો વધતા નર્મદા જિલ્લા પોલીસ વડા દ્વારા એક નિર્ભય સ્કવોર્ડ બનાવવા આવી છે. આમાં મહિલા પોલિસને ખાસ ટ્રેનિંગ આપી તમામ રાજપીપલા શહેરની શાળા અને કોલેજોમાં સતત મોનીટરીંગ કરતી રહે છે અને અત્યાર સુધીમાં અનેક કિસ્સાને પકડીપાડી આ નિર્ભય સ્કવોર્ડ ટીમે સાહસીય કામગીરી કરી છે.

આજે નિર્ભય સ્કવોર્ડ શાળાએ જતી વિદ્યાર્થીનીની છેડતી કરનારને નર્મદા પોલીસની નિર્ભયા સ્ક્વોર્ડે ઝડપી પાડ્યો.રાજપીપલા લાલટાવર પાસે આવેલ એક શાળાની નજીક વિદ્યાર્થીની ની છેડતી કરતા રંગે હાથે ઝડપી પાડ્યો.હતો આ યુવક સગીરા પાસે છેડતી કરનાર આરોપી અવારનવાર અનૈતિક માંગણી કરી જાહેર રોડ પર છેડતી કરતો હતો.

જેથી સગીરાના વાલીઓએ નિર્ભય સ્કવોર્ડને ફરિયાદ કરતા છેડતી કરનાર સતીષ વસાવાને નિર્ભય સ્કવોર્ડ ટીમે વોચ રાખી પકડી પાડ્યો હતો અને જાહેર સ્થળપરજ આ યુવાન ફરી કોઈ આવો ગુનો ન કરે તેને માટે જાહેરમાં ઉઠબેસ કરાવી.અને સબક સીખવાડયો હતો. હાલ આ યુવાનને રાજપીપલા પોલીસ સ્ટેશન લઈ જઇ જેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY