Connect Gujarat
ગુજરાત

રાજપીપળાઃ વનવિભાગે 4 વનીયર પ્રાણીઓને રહેણાંક વિસ્તારમાંથી ઝડપી પાડયા

રાજપીપળાઃ વનવિભાગે 4 વનીયર પ્રાણીઓને રહેણાંક વિસ્તારમાંથી ઝડપી પાડયા
X

રહેણાંક વિસ્તારોમાં વનીયર પ્રાણીઓ ઘુસી આવતાં પ્રજામાં ભયનો માહોલ

રાજપીપળાના મધ્ય રહેણાંક વિસ્તારનાં વનીયર પ્રાણી ફરી રહ્યા હોવાની ફરિયદ વન વિભાગને 20 દિવસ પહેલા કરવામાં આવી હતી. ફરિયાદના આધારે વનવિભાગે રહેણાંક વિસ્તારમાં તપાસ કરતાં 4 વનીયર પ્રાણીઓને ઝડપી પાડી સુરક્ષિત જગા પર છોડી મુકવાની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા મધ્ય રહેણાંક વિસ્તારમાં વનીયર પ્રાણી ફરી રહ્યા હોવાની બુમ ઉઠી હતી. રાજપીપળામાં આવેલા નવાપરા વિસ્તારમાં 50 ટકા જેટલા મકાનો બંધ હાલતમાં અને ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા હતાં. આવા અવાવરુ ઘરો અને ઝાડી ઝાંખડાને કારણે વનીયર પ્રાણીઓને સુરક્ષિત આસરો મળી રહેતો હતો. આ બનાવને લઈને નવાપરા વિસ્તારમાં રહેતા શહેરીજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો તેમજ નાના બાળકોમાં ખુબ ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો.

આ બાબતની ફરિયાદ રાજપીપળા વન વિભાગને 20 દિવસ પહેલા સ્થાનિક લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે વન વિભાગે ઓપરેશન હાથ ધર્યુ હતું. રાજપીપળા વન વિભાગ ફરિયાદના આધારે આજે પેટ્રોલિંગમાં હતી. તે સમય દરમિયાન આજે 1.30 કલાકની ભારે જહેમત બાદ વન વિભાગે 4 વનીયર પ્રાણીને ઝડપી પાડયા હતાં. જેમાં માદા 1 વનીયર બીલાડી કુળનું નિશાચર પ્રાણી હોવાનું જણાયું હતું. 3 બચ્ચાને રેસ્કયુ ઓપરેશન કરી ઝડપી પાડયાં હતાં. વન વિભાગે ઝડપી પાડેલા 4 વન્ય પ્રાણીઓને સુરક્ષિત સ્થળે છોડી મુકવાની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story