Connect Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લાનાં પાંચ તાલુકામાં ગત રાત્રી થી ધોધમાર વરસાદ

નર્મદા જિલ્લાનાં પાંચ તાલુકામાં ગત રાત્રી થી ધોધમાર વરસાદ
X

નર્મદા જિલ્લાના પાંચ તાલુકામાં ગત રાત્રી થી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે જનજીવન પર અસર પડી છે. નર્મદા જિલ્લા માં ગત રાત્રી થી અત્યાર સુધી માં ૮ ઇંચ વરસાદ વરસતા રાજપીપલા શહેરના નીચાણ વાળા વિસ્તારો માં પાણી ભરાતા સ્થાનિકો ને ઘણી મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.

રાજપીપલા શહેર ના કાછીયાવાડ ,સ્ટેશન રોડ ,સત્યમ નાગર સોસાયટી ,રાજેન્દ્ર નગર સોસાયટી માં ઘરો સુધી પાણી આવી ગયા ત્યારે તંત્ર પણ આ સોસાયટી માં ફરકવા પણ ન આવતા સ્થાનિકો પણ રોષે ભરાયા છે આજે સત્યમ નગરસોસાયટી ના રહીશો દ્વારા પોતાના ઘર પાસે પાણી આવી જતા ઘર નો સામાન પણ શિફ્ટ કરવામાં લાગી ગયા છે. જોકે નર્મદા જિલ્લાના પાંચ તાલુકામાં વરસાદ પડતા ખેતરો માં પાણી ભરાતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.

Next Story
Share it