Connect Gujarat
ગુજરાત

રાજપીપળા : GSLપબ્લિક સ્કૂલમાં તસ્કરો ત્રાટક્યા, 1.23 લાખની રોકડની ચોરી

રાજપીપળા : GSLપબ્લિક સ્કૂલમાં તસ્કરો ત્રાટક્યા, 1.23 લાખની રોકડની ચોરી
X

તસ્કરોએ સીસીટીવી કેમેરામાં કરી છેડછાડ, પોલીસે FSLની ટીમ અને ડૉગ સ્કવોર્ડની મદદ લેવાઈ

રાજપીપળા ખાતે આવેલી જીએસએલ ઈંગ્લીશ મીડિયમ પબ્લિક સ્કૂલમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. તસ્કરોએ તિજોરી તોડી રૂપિયા 1.23 લાખની રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ જતાં ચકચાર મચી છે. તો તસ્કરોએ સીસીટીવી કેમેરામાં પણ છેડછાડ કરી હતી. પોલીસે એફએસએલ અને ડૉગ સ્ક્વોડની મદદ લઈ તપાસ હા ધરી છે.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="58250,58251,58252,58253,58254,58255,58256,58257"]

રાજપીપળામાં ગત મોડી રાત્રે જીએસએલ પબ્લિક સ્કૂલનાં કલાર્કની ઓફિસમાં તસ્કરોએ પ્રવેશી તિજોરી તોડી તેમાંથી 1.23 લાખની રોકડ રકમ ભરેલી પેટી અને પરચૂરણ રકમની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. જે બાબતની જાણ રાજપીપળા પોલીસ મથકે કરાતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.

જેમાં કલાર્ક ઓફિસનું તાળું તોડ્યા વગર કોઈ જાણભેદુ ચાવીથી તાળું ખોલી અંદર પ્રવેશ્યા હતા. ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરા પર રૂમાલ ઢાંકી દીધો હતો. બહારથી સીસીટીવી કેમેરાનો કેબલ કાપી નાંખ્યો હતો. જ્યારે તિજોરીને હથિયાર વડે દરવાજાનુ પતરું કાપીને તેમાંથી 1.23 લાખની રોકડ રકમની ચોરીકરી બહારથી તાળું મારી તસ્કર ભાગી ગયા હતા. બાદમાં પોલીસે ડૉગ સ્કવોર્ડની પણ મદદ લીધી હતી. વધુ તપાસ માટે એફએસએલની ટીમને પણ બોલાવાઈ હતી.

સીસીટીવીના ફૂટેજમાં રાત્રિના સમયે એક બાઈક સવાર સ્કૂલના ગેટમાં પ્રવેશેલ દેખાયો હતો. પોલીસે ફૂટેજ ને આધારે પણ તપાસ હાથ ધરી છે.

Next Story