Connect Gujarat
Featured

આજે નંદિગ્રામમાં કિસાન પંચાયતમાં શામેલ થશે રાકેશ ટીકૈત, મમતા બેનર્જીને કરી શકે છે સમર્થન

આજે નંદિગ્રામમાં કિસાન પંચાયતમાં શામેલ થશે રાકેશ ટીકૈત, મમતા બેનર્જીને કરી શકે છે સમર્થન
X

લાંબા સમયથી ખેડૂત સંગઠનો દ્વારા નવા કૃષિ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમની માંગણીઓ અંગે સરકાર તરફથી હજી સુધી કોઈ સકારાત્મક પ્રતિસાદ નહીં મળતા, આ ખેડુતોનું વલણ પશ્ચિમ બંગાળ તરફ જોવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે આજે ભારતીય ખેડૂત સંઘના નેતા રાકેશ ટીકૈત પશ્ચિમ બંગાળ જશે. એટલું જ નહીં, રાકેશ ટીકૈત નંદીગ્રામ જશે અને ખેડૂત પંચાયતમાં જોડાશે.

ખેડૂત નેતા રાકેશ ટીકૈત આજે નંદિગ્રામ જશે

ગતરોજ ભારતીય કિસાન સંઘના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, "સરકાર આજકાલ પશ્ચિમ બંગાળ જઈ રહી છે. અમે સરકારને ત્યાં જ મળીશું. અમે 13 માર્ચે બંગાળ જઈ રહ્યા છીએ, ખેડૂતો સાથે વાત કરીશું કે એમએસપી પર ખરીદી થઈ રહી છે કે નહીં." તેમને કઈ સમસ્યા છે? આ બધી બાબતો પર ચર્ચા કરવામાં આવશે."

મમતા બેનર્જી અને શુભેન્દુ અભિકારીએ કર્યું નામાંકન

જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ વખતે નંદિગ્રામથી ચૂંટણી લડવાની ઘોષણા કરી છે. જેના માટે તેમને 11 માર્ચે ઉમેદવારી નોંધાવી હતી. નંદિગ્રામની આ બેઠક પર, મમતા બેનર્જીનો સામનો તેના પૂર્વ નજીકના સાથી અને હવે હરીફ શુભેન્દુ અધિકારી સાથે થવાનો છે. શુભેન્દુ અધિકારીએ પણ આ બેઠક પરથી ઉમેદવારીપત્ર ભર્યું છે.

અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઘણા સમયથી કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત નેતાઓ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને સમર્થન આપી શકે છે. પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ કુલ આઠ તબક્કામાં યોજાનાર છે.

Next Story