Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ તક્ષશિલા વિદ્યાલયમાં રક્ષાબંધન પર્વ અને હિન્દી નિબંધ સ્પર્ધાનું આયોજન

અંકલેશ્વરઃ તક્ષશિલા વિદ્યાલયમાં રક્ષાબંધન પર્વ અને હિન્દી નિબંધ સ્પર્ધાનું આયોજન
X

ભાઈ બહેનનાં પવિત્ર તહેવાર રક્ષાબંધનમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા

અંકલેશ્વર બોરભાઠા સ્થિત તક્ષશિલા વિદ્યાલયમાં નિબંધ સ્પર્ધા અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધન પર્વને લઈને ભાઈ બહેનનાં પવિત્ર સબંધનું ઝરણુ કાયમ વહેતુ રહે તે હેતુસર યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

[gallery size="large" td_select_gallery_slide="slide" td_gallery_title_input="Taxshila School" ids="62571,62572,62573,62574,62575,62576,62577,62578,62579,62580,62581"]

બોરભાઠા સ્થિત શાળાનાં પ્રાથમિક વિભાગમાં ધોરણ 5 થી 7ના વિદ્યાર્થીઓ વચ્ચે હિન્દી નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ રાષ્ટ્રભાષાનું મહત્વ સમજે અને તેનું ગૌરવ વધારે તે હેતુથી સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં પ્રથમ ક્રમે નેન્સી રાણીપરાવાલા, બીજા ક્રમે યશ કાયસ્થ વિજેતા રહ્યા હતા. આ પ્રસંગે શાળા પ્રમુખ ગુમાનભાઈ પટેલ, ચેરમેન વિમલ પાઠક શાળા વહીવટદાર રસીલાબેન કુંભાણી ઉપસ્થિત રહ્યા હતા.

જીઆઈડીસી વિસ્તારમાં આવેલી તક્ષશીલા વિદ્યાલયનાં અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમનાં વિદ્યાર્થીઓ રક્ષાબંધન પર્વમાં જોડાયા હતા.

Next Story