Connect Gujarat
Featured

જુઓ કેવી રીતે થશે અયોધ્યા રામ મંદિરનું નિર્માણ....

જુઓ કેવી રીતે થશે અયોધ્યા રામ મંદિરનું નિર્માણ....
X

૫ ઓગષ્ટે પીએમ મોદી હસ્તે શિલાન્યાસ થવા જઈ રહ્યો છે ત્યારે અયોધ્યા રામ મંદિરનું નિર્માણ માટેની તૈયારી પુર જોશમાં ચાલી રહી છે. રામ મંદિરના નિર્માણ માટે અનોખી ટેકનીક અને મશીનનો પ્રયોગ કરવામાં આવશે અયોધ્યા રામ મંદિરનું નિર્માણ માત્ર પથ્થરોથી કરવામાં આવશે.

પથ્થરો ખાસ રાજસ્થાનથી મંગાવવામાં આવ્યા છે. રામ મંદિર કાર્યશાળાના સુપરવાઇઝરે જણાવ્યું છે કે, રાજસ્થાનથી આવેલા પથ્થરોનું પણ અહીં કટિંગ થશે. આ મંદિરમાં પથ્થરોની સાથે કોપર, લાકડી અને વ્હાઇટ સીમેન્ટનો ઉપયોગ થશે.

રાજસ્થાનથી આવનારા પથ્થરોના કટીંગ માટે અહીં કાર્યશાળામાં વિશેષ મશીનો લગાવવામાં આવશે. આ બધા કામ ભૂમિ પૂજન બાદ શરૂ કરી દેવામાં આવશે.

હનુમાન ગઢીના મહંત રાજૂ દાસે જણાવ્યુ કે “ટ્રસ્ટ સભ્યોએ તે નક્કી કર્યું છે કે મંદિરનું નિર્માણ માત્ર પથ્થરોથી થશે કારણ કે તે લાંબા સમય સુધી ચાલશે. તેમણે જણાવ્યું કે સોનુ, ચાંદી અને કોપર જેને લોકો મંદિરને દાન કરી રહ્યાં છે, તેને મંદિરના પાયામાં લગાવવામાં આવશે.”

Next Story