Connect Gujarat
ગુજરાત

પત્રકાર ની હત્યા મામલે રામ રહિમ ને આજીવન કારાવાસ: CBI કોર્ટે આપ્યો ચુકાદો

પત્રકાર ની હત્યા મામલે રામ રહિમ ને આજીવન કારાવાસ: CBI કોર્ટે આપ્યો ચુકાદો
X

પંચકુલામાં CBI ની સ્પેશિયલ કોર્ટે રામ રહીમ મામલામાં ગુરૂવારનાં રોજ મહત્વ નો ચુકાદો સંભળાવ્યો છે પત્રકાર રામચંદ્ર છત્રપતિ મર્ડર કેસમાં સ્પેશિયલ કોર્ટે ગુરમીત રામ રહીમને આજીવન કેદની સજા સંભળાવી છે. ત્રણ અન્ય દોષીઓ-કુલદીપ સિંહ, નિર્મલ સિંહ અને કૃષ્ણ લાલને પણ આજીવન કેદની સજા સંભળાવી છે તેમજ 50 હજારનો દંડ પણ લગાવવામાં આવ્યો છે

નિર્મલ સિંહ અને કૃષ્ણ લાલને આર્મ્સ એક્ટ અંતર્ગત 3 વર્ષની સજા પણ સંભળાવી છે. આ સજા કૃષ્ણ લાલ અને નિર્મલ સિંહની ઉંમર કેદની સજા સાથે જ ચાલશે. આ સાથે જ કૃષ્ણ લાલ અને નિર્મલ સિંહને 5-5 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

જો કૃષ્ણ લાલ અને નિર્મલ સિંહ 5-5 હજાર રૂપિયાનો દંડ ના ભરે તો તેઓએ 2-2 મહીનાની વધુ સજા કાપવાની રહશે . આ પહેલાં ડેરા સચ્ચા સૌદાનાં પ્રમુખની સજાને જોતા પંચકુલા સહિત હરિયાણાનાં તમામ શહેરોમાં સુરક્ષા ચુસ્ત બંદોબસ્ત સાથે ગોઠવી દેવામાં આવ્યો છે

Next Story