Top
Connect Gujarat

રામોલ સામુહિક દુષ્કમમકાંડ સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ

રામોલ સામુહિક દુષ્કમમકાંડ સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ
X

  • પીડીતાને સત્વરે ન્યાય મળે તે માટે ઘટનામાં સાંડોવાયેલા કોઇપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહિ : ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા
  • ભોગ બનનાર પીડીતાને ૨૪ કલાક રાઉન્ડ ધ કલોક પોલીસ રક્ષણ સાથે સારવાર અપાઇ : પીડીતાની માનસસક હાલત નાજૂક હોવાના કારણે અને અધુરી માહિતીના લીધે તપાસમાં વિલંબ
  • ઘટનામાં સાંડોવાયેલા ત્રણેવ આરોપીઓની ઘરપકડ: ચોથા આરોપીની ઘરપકડ માટે તજવીજ હાથ ધરાઇ: ABVPનો કોઇપણ સવદ્યાથી સામેલ નથી
  • પીડીતાનુ મોત મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરના કારણે : પીડીતાના તથા મૃત બાળકના DNA નમૂનાઓ FSLમાં પૃથ્થકરણ માટે મોકલી આપ્યા: આરોપીના DNA ટેસ્ટ માટે સેમ્પલ મોકલી અપાયા
  • ઘટનાની ન્યાસયક તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયાસો જારી

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, અમદાવાદના રામોલમાં થયેલ સામુહિક દુષ્કર્મકાંડ માટે રાજ્ય સરકાર અત્યંત સાંવેદનશીલ છે. ઘટનામાં સંડોવાયેલા કોઇપણ ચમરબંધીને રાજ્ય સરકાર બક્ષવા માંગતી નથી. પીડીતાને સત્વરે ન્યાય મળે તે માટે પ્રથમ દિવસથી જ સારવાર લીધી ત્યારથી પોલીસ રક્ષણ સાથે પુરતી તકેદારી રાખીને યોગ્ય સારવાર આપવામાં આવી હતી. પીડીતાનું મલ્ટીપલ ઓર્ગન ફેલ થવાના કારણે તેનું દુ:ખદ અવસાન થયું છે. જે માટે રાજ્ય સરકાર અત્યંત દુ:ખની લાગણી વ્યકત કરે છે. પીડીતાની શારીરિક તથા માનસસક સ્થીતિ નાજૂક હોવાના કારણે તેણી દ્વારા અધુરી માહિતી આપવામાં આવેલ હોવાથી ઘટનાની તપાસમાં થોડો વિલંબ થયો છે.

ગૃહ મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, રાજ્યના સાંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઘટનાની સાંવેદનાને ધ્યાને લઇને પીડીતાને ઝડપથી સારવાર- ન્યાય મળે તે માટે સાંબાંસધતોને સુચના આપી હતી અને રાજ્ય સરકારને તાકીદના ધોરણે પગલા લઇને સત્વરે કામગીરી હાથ ધરી હતી. જેના પરિણામે ત્રણ આરોપીઓની ઘરપકડ કરી દેવાઇ છે.

માંત્રીએ કહ્યું હતું કે, પીડીતાને સારવાર માટે એલ.જી. હોસ્પીટલમાં લાવવામાં આવી ત્યારે ૧૮૧ અર્ભયમ્ હેલ્પ લાઇનના માધ્યમ દ્વારા પણ કાઉન્સીલીંગ કરીને માનસસક રીતે તૈયાર કરીને FIR દાખલ કરવા પોલીસ વિભાગ દ્વારા પ્રેરીત કરી હતી. પોલીસે સામેથી જઇને તેણીને પૂરેપૂરી મદદ કરીને સારવાર અપાવી હતી. તેણીના માતા-પિતા દ્વારા એલ.જી. હોસ્પીટલના બદલે અન્ય જગ્યાએ સારવારની માંગ કરાતા તે સમયે પણ પોલીસે સિવીલ હોસ્પીટલ અમદાવાદ ખાતે શિફ્ટ કરીને જનરલ વોર્ડના બદલે આઇ.સી.યુ.માં દાખલ કરીને પૂરતી સારવાર આપવામાં આવી હતી.

સારવાર દરમ્યાન પીડીતા ગર્ભવતી હતી, પીડીતાએ ગર્ભ પાડવા માટે વધુ પડતી ગર્ભ નિરોધક દવાઓ લીધી હતી, જેના કારણે પીડીતાના પેટમાં બાળકનું મૃત્યુ થયું હતું. જેના પરિણામે પીડીતાની હાલત વધુ નાજૂક બની હતી અને તેણીના શરીરમાં મલ્ટીપલ ઓર્ગન ફેલ થતા તેનું મોત નીપજ્યું હતું. પીડીતાને સત્વરે ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયાસ હાથ ધરાયા છે.

મંત્રીએ ઉમેર્યું કે, સમગ્ર દુષ્કર્મકાંડની તપાસ અમદાવાદ પોલીસ કમિશ્નર એ.કે.સિઘના માર્ગદર્શન અને સતત મોનીટરીંગ હેઠળ ઝોન -પના પોલીસ કમિશ્નર અક્ષય રાજની નિગરાની હેઠળ થઇ રહી છે. તપાસ દરમ્યાન આરોપી અંકિત પારેખ, ચિરાગ વાઘેલા, રાજેશકુમાર ઉર્ફે રાજ સુથાર સહિત ત્રણ વ્યક્તિઓની ઘરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, રામોલ પોલીસ સ્ટેશનમાં -FIR દાખલ કરાઇ છે તે સમયે ૧૮૧ અભયમ હેલ્પલાઇન દ્વારા મહિલાનું કાઉન્સીલીંગ કરીને તેમણી હાજરીમાં પોલીસ ફરીયાદ દાખલ કરાઇ હતી. ત્યાર બાદ ભોગ બનનારનું ડાઇંગ ડેક્લેરેશન એકઝયુકીટીવ મેજીસ્ટ્રેટની હાજરીમાં લેવાયું હતું.

ત્યારબાદ સારવાર સમયે સી.આર.પી.સી. -૧૬૪ હેઠળ પીડીતાનું નિવેદન ડૉ. હરીમિશ્રાની ઉપસ્થિતિમાં મેજીસ્ટ્રેટ સમક્ષ લેવાયું હતું. તેમજ પીડીતાના અને ઘરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓના DNAના સેમ્પલ લઇને પણ FSLમાં પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યા છે, ઉપરાંત એક આરોપી હાર્દિક જે ભાગેડુ જાહેર કરાયો છે તેના માતા-પિતાના સેમ્પલ લઇને પણ FSLમાં મોકલી આપવામાં આવ્યા છે.

આ ઉપરાંત મહિલાનું મૃત બાળક હતું જે દાટી દેવાયું હતું તેનું પણ મેજીસ્ટ્રેટની મંજૂરી લઇને ડૉક્ટરની હાજરીમાં બહાર કાઢીને DNA ટેસ્ટ માટે સેમ્પલ લઇને પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યા છે. પૃથ્થકરણના કારણો આવ્યા બાદ રાજ્ય સરકાર સત્વરે પગલાં ભરીને દોષિતોને કડકમાં કડક સજા થાય તે માટે પ્રયાસો કરશે તેમાં કોઇ કચાશ રખાશે નહિ તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે , જે ચોથો આરોપી ભાગેડુ જાહેર કરાયો છે તેને પકડવા માટે પોલીસ વિભાગ દ્વારા વિવિધ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર તપાસ દરમ્યાન ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલીઝન્સ તથા પોલીસ વિભાગ દ્વારા ખંત પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Next Story
Share it