Connect Gujarat
ગુજરાત

ભારતમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો બે દિવસનો કાર્યક્રમ શું છે વાંચો...

ભારતમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો  બે દિવસનો કાર્યક્રમ શું છે વાંચો...
X

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસના પ્રવાસે આજ

રોજ ભારત પધારી

રહ્યા છે. ભારતીય સમયાનુસાર રવિવાર રાત્રે સવા આઠ વાગ્યે તેઓ વોશિંગ્ટનથી ભારત

માટે રવાના થયા હતા. તેઓ અમેરિકાના સાતમા રાષ્ટ્રપતિ છે કે જે ભારત પ્રવાસ કરી રહ્યા છે. બે

દિવસના પ્રવાસ દરમિયાન ટ્રમ્પ અહીં 36 કલાક વિતાવશે. તેમની સાથે તેમના

પત્ની મેલાનિયા ટ્રમ્પ, પુત્રી

ઇવાંકા ટ્રમ્પ અને જમાઇ તથા એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ ભારત આવી રહ્યું છે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ ટ્રમ્પ સોમવાર

સવારે 11.40 મિનિટે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આગમન

કરશે. બપોરે 12.15 વાગ્યે તેઓ અમદાવાદના સાબરમતી આશ્રમે પહોંચશે. બપોરે 1.05 કલાકે

અમદાવાદના

મોટેરામાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચશે. જ્યાં તેઓ આશરે 1.10 લાખ લોકોને સંબોધિત કરશે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ સહપરિવાર 50 મિનિટ સુધી તાજમહેલની સુંદરતાને

નિહાળશે

ગુજરાતથી રાજધાની દિલ્હી પહોંચ્યા

પહેલા ટ્રમ્પ તેમના પરિવાર સાથે તાજમહેલની મુલાકાત લેશે. કાર્યક્રમ મુજબ અમદાવાદથી

બપોરે 3.30 વાગ્યે આગરા માટે નીકળશે. સાંજે 4.45 વાગ્યે આગરા પહોંચ્યા પછી 5.15 વાગ્યે તાજમહેલને નિહાળશે.

તાજમહેલ પહોંચવા પર રાજ્યના મુખ્યમંત્રી આદિત્યનાથ તેમનું સહપરિવાર સ્વાગત કરશે.

કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સહપરિવાર 50 મિનિટ સુધી તાજમહેલની સુંદરતાને

નિહાળશે. સાંજે 6.45 વાગ્યે તેઓ દિલ્હી માટે રવાના થશે અને સાંજે 7.30 વાગ્યે દિલ્હી પહોંચશે.

પ્રવાસના બીજા દિવસે મંગળવારે

ટ્રમ્પનું રાષ્ટ્રપતિ ભવનમાં સવારે 10 વાગ્યે સ્વાગત કરવામાં આવશે. જે

પછી 10.30 મિનિટે ટ્રમ્પ રાજઘાટ પર મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાજંલિ અર્પિત

કરી, 11 વાગ્યે હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઔપચારિક બેઠક

કરશે. બપોર 12.40 વાગ્યે હૈદરાબાદ હાઉસમાં જ સંમતિ પત્રોનું આદાન-પ્રદાન થશે.

બંને દેશો વચ્ચે 5 MOU થશે : રવીશ કુમાર

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ

કુમાર મુજબ બંને દેશો વચ્ચે 5 MOU થશે. જે પછી બપોરે વડાપ્રધાન નરેન્દ્ર

મોદી અને રાષ્ટ્રપતિ ટ્ર્મ્પ સાથે લન્ચ કરશે. સાંજે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની

ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ સાથે રાષ્ટ્રપતિ ભવન પહોંચશે. જ્યાં રાષ્ટ્રપતિ સાથે

ડિનર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડિનરમાં સત્તાપક્ષની સાથે વિપક્ષ

નેતાઓ પણ સામેલ રહેશે. રાત્રે 10 વાગ્યે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમેરિકા માટે

રવાના થશે.

Next Story