Connect Gujarat
Featured

અમદાવાદ : સોસાયટીઓની બહાર લાગ્યા” No Entry”ના બોર્ડ, કનેકટ ગુજરાતનું રીયાલીટી ચેક

અમદાવાદ : સોસાયટીઓની બહાર લાગ્યા” No Entry”ના બોર્ડ, કનેકટ ગુજરાતનું રીયાલીટી ચેક
X

અમદાવાદમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસ બહાર આવ્યાં બાદ અમદાવાદીઓ સતર્ક બની ગયાં છે. કનેકટ ગુજરાતની ટીમે અમદાવાદની વિવિધ સોસાયટીની સ્થિતિઓ અંગે રીયાલીટી ચેક કર્યું હતું.

સમગ્ર ભારતમાં 21 દિવસનું લોક ડાઉન કરવામાં આવ્યું છે… જેને પગલે આજે લોક ડાઉનનો 4 દિવસ છે… જેમાં કનેક્ટ ગુજરાત દ્વારા સોસાયટીઓમાં જઈને ચેક કરવામાં આવ્યું કે તે લોકો સોસાયટીમાં કેવા પ્રકારે સુરક્ષને લઈને પાલન કરાવે છે.અમદાવાદના ગુરુકુળ રોડ પર આવેલ ન્યુ રાજદીપ સોસાયટી અને સર્જન ટાવરની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં સોસાયટીઓમાં મુખ્ય દરવાજા બંધ જોવા મળ્યાં હતાં. બહારના કોઈ પણ વ્યક્તિને અંદર આવા દેવામાં આવતા નથી… જો કોઈ સોસાયટીનો સભ્ય બહાર જાય તો તેના હાથની સફાઇ સેનીટાઇઝરથી કર્યા બાદ જ અંદર પ્રવેશ આપવામાં આવે છે. સોસાયટીમાં કોઈ પણ કામ કરવાળા લોકો, ઈસ્ત્રી કે પછી ગેસના બાટલા આપવા આવે તે લોકોને બહાર જ ઉભા રાખવામાં આવે છે અને તે લોકોને જેનો સામાન આપવામાં આવ્યો હોય તે મકાન ના માલિકને બોલાવી તે વસ્તુ આપવામાં આવે… જેથી તે લોકો લોક ડાઉન ની સ્થિતિની યોગ્ય રીતે પાલન કરી શકે…

Next Story