Connect Gujarat
વાનગીઓ 

બનાવો આલુ પોસ્ટોની આ સરળ વાનગી, તેને અનુસરીને ક્લાસિક બંગાળી વાનગીનો માણો સ્વાદ

બનાવો આલુ પોસ્ટોની આ સરળ વાનગી, તેને અનુસરીને ક્લાસિક બંગાળી વાનગીનો માણો સ્વાદ
X

તમે આલુ પોસ્ટો એટલે કે એટલે કે બંગાળી વાનગીનો સ્વાદ તમે તમારા ઘરે પણ બનવીને માણી શકો છો. તો આજે જ બનાવો આ વાનગીને.

આલુ પોસ્ટોની બનાવવા માટેની સામગ્રી:-

  • 500 ગ્રામ નાના કદના બટાકા
  • 4 લીલા મરચાં લાંબા
  • 2 ચમચી સરસવનું તેલ
  • 50 ગ્રામ ખસખસ
  • 1 ચમચી વરિયાળી
  • હળદર પાવડર
  • મીઠું, સ્વાદ મુજબ
  • 1 ચમચી ઘી
  • 2 લીલા મરચાં ગાર્નિશ કરવા માટે

આલુ પોસ્ટોની બનાવવા માટેની પદ્ધતિ:-

  • સૌ પ્રથમ, ખસખસને લગભગ બે કલાક પાણીમાં પલાળી રાખો.તે પછી આ પાણીનો ઉપયોગ કરીને ખસખસને વાટી લો.
  • બાફેલા બટાકાને છોલીને ધોઈ લો અને સાફ કરો.એક કડાઈ અથવા પેનમાં તેલ ગરમ કરો અને તેમાં વરિયાળી અને લીલા મરચા ઉમેરો.
  • હવે બટાકા ઉમેરો અને 5 મિનિટ માટે બાફવા દેવું. આ પછી હળદર પાવડર અને પછી ખસખસનો ભુક્કો ઉમેરો.
  • પાણી અને મીઠું ઉમેરી, કડાઈને ઢાંકીને ધીમા ગેસ પર 15 મિનિટ માટે રાખો.
  • આલુ પોસ્ટો તૈયાર છે. લીલા મરચાથી સજાવો અને પૂરી અથવા દાળ-ભાત સાથે સર્વ કરીને ખાઈ શકાય છે.
Next Story