Connect Gujarat
વાનગીઓ 

વેજ કે નોનવેજ બંને લોકો માણી શકે છે આ મજેદાર નાસ્તા 'સ્ટફ્ડ પાવ'ની મજા, જાણો તેની રેસીપી

વડાપાવ એ મુંબઈનું ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે, જેને તમે સવારના નાસ્તાથી લઈને સાંજના નાસ્તામાં ખાઈ શકો છો.

વેજ કે નોનવેજ બંને લોકો માણી શકે છે આ મજેદાર નાસ્તા સ્ટફ્ડ પાવની મજા, જાણો તેની રેસીપી
X

વડાપાવ એ મુંબઈનું ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે, જેને તમે સવારના નાસ્તાથી લઈને સાંજના નાસ્તામાં ખાઈ શકો છો. તો આજે આપણે અલગ રીતે પાવ અજમાવીશું.

સામગ્રી:

1 કપ સોયાબીન, 2 ચમચી ધાણા પાવડર, 1/2 ચમચી હળદર પાવડર, 2 બારીક સમારેલી ડુંગળી, 4 બારીક સમારેલા લીલા મરચાં, 1 ચમચી આદુની પેસ્ટ, 4-6 બારીક સમારેલ લસણ, 1 ચમચી ગરમ મસાલો, મુઠ્ઠીભર તાજી કોથમીર, 1/2 કપ બારીક સમારેલા બદામ, 1 ચમચી ઘી, સ્વાદ અનુસાર મીઠું

અન્ય સામગ્રી :

4 પાવના બન, 1-2 ચમચી દૂધ, ચપટી મીઠું અને મરી પાવડર

બનાવાની રીત :

કડાઈમાં ઘી નાખો. તેમાં પલાળેલા સોયાબીન ઉમેરો. તેમાં ધાણા અને હળદરનો પાવડર ઉમેરો. હવે મીઠું અને પાણી મિક્સ કરીને હલાવો. આ મિશ્રણને બાજુ પર રાખો.એ જ પેનમાં 2 ચમચી તેલ ઉમેરો. તેમાં ડુંગળી નાખીને ફ્રાય કરો. તેમાં લીલા મરચાં, લસણ અને આદુની પેસ્ટ નાખીને સાંતળો. તેમાં સોયાબીન, ગરમ મસાલો, કોથમીર અને બદામ નાખીને ફ્રાય કરો. આ પછી તેમાં મીઠું નાખીને ગેસ ધીમો કરી થોડીવાર સાંતળો. ચાકુની મદદથી પાવને ચાર ભાગમાં કાપી લો. પાવની વચ્ચેથી થોડો ભૂકો કાઢી લો. તૈયાર સ્ટફિંગને સારી રીતે દબાવીને ભરો. હવે તવા પર બટર લગાવી બંને બાજુથી બનને શેકી લો.

માંસાહારી લોકો તેમાં ચિકન મીટ અથવા બાફેલા ઈંડા ભરી શકે છે.

Next Story