Connect Gujarat

સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર 'કોર્ન-ટોફુ રોલ' રેસીપી, સવારના નાસ્તા માટેનો ઉત્તમ વિકલ્પ

સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર કોર્ન-ટોફુ રોલ રેસીપી, સવારના નાસ્તા માટેનો ઉત્તમ વિકલ્પ
X

લોકો સવારનો નાસ્તો સ્વાદિષ્ટ અને પોષક યુક્ત ખાવાનું પસંદ કરતાં હોય છે. તો આજ તમને સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર રેસીપીની માહિતી આપશું.

'કોર્ન-ટોફુ રોલ'ની સામગ્રી:

  • 2 કપ ઘઉનો લોટ
  • 1-1/2 ટેબલ સ્પૂન તેલ
  • 2 નાની ડુંગળી બારીક સમારેલી
  • 2 લીલા મરચાં બારીક સમારેલા
  • 2 મોટા બટાકા બાફેલા
  • 1 કપ તાજા મકાઈના દાણા બાફેલા
  • 2 ટેબલ સ્પૂન ચાટ મસાલો
  • 1 સ્પૂન આમચૂર પાવડર
  • સ્વાદ મુજબ મીઠું
  • 200 ગ્રામ પનીરની ટુકડા
  • 3 સ્પૂન લીલા ધાણા બારીક સમારેલા
  • 10 મૂળ આવરણ

'કોર્ન-ટોફુ રોલ' બનાવવાની પદ્ધતિ :-

  • 2 કપ ઘઉના લીધેલ લોટ ની રોટલી બનાવવી અને ત્યાર પછી એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં ડુંગળી, લીલા મરચાં અને કેપ્સિકમ નાખો અને બે મિનિટ માટે સાંતળવું.
  • બટાકા, મકાઈ, ચાટ મસાલો, કેરીનો પાવડર અને મીઠું ઉમેરી તેને મિક્સ કરવું
  • પનીરના ટુકડા અને કોથમીર મિક્સ કરી અને તેને બાફવા દેવું અને તે બફાય જે પછી ગેસ પરથી ઉતારી લેવું
  • અને ત્યાર પછી બનાવેલ રોટલીમાં મિક્સ કરેલ મિશ્રણને એક બાજુ પાથરવું અને ત્યાર પછી તેને રોલ વાડી દેવું.

આ રીતે બવવામાં આવે છે 'કોર્ન-ટોફુ રોલ' રેસીપી સવારનો નાસ્તો,તેમજ સાંજનો નાસ્તો ઉપરાંત ટિફિનમાં પેક કરીને આપી શકો છો.

Next Story
Share it