Connect Gujarat
વાનગીઓ 

ઘરે જ બનાવો... બ્રેડમાંથી દહીં વડા... ટ્રાય કરો આ નવી જ રેસીપી...!

ઘરે જ બનાવો... બ્રેડમાંથી દહીં વડા... ટ્રાય કરો આ નવી જ રેસીપી...!
X

દહીં વડાનું નામ સાંભળતા જ લોકોના મોઢામાં પાણી આવી જાય છે. જોકે, દહીં વડાનો સ્વાદ બદલવા માટે તમારા માટે દહીં વડા બનાવવાની એક અલગ જ રીત લઇને આવ્યા છીએ. જે બ્રેડ દહીં વડા બનાવવાની રીત આપને જણાવીશું...

બ્રેડના દહીં વડા બ્રાઉન બ્રેડથી બનાવવામાં આવે છે, જે ફાઇબરથી ખૂબ ભરપૂર અને વજન ઘટાડવામાં મદદ કરે છે. આ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. આપ આપના ઘરના મેમ્બર કે, મિત્રો પ્રમાણે બ્રેડ લઈ શકો છે. પરંતુ હાલ અમે તમે માત્ર 6 સ્લાઇડ બ્રેડમાંથી બનતા બ્રેડના દહીં વડાની રીત જણાવીશું...- 250 ગ્રામ ફેંટેલું દહીં, 1/2 ચમચી લાલ મરચું, 1 ચમચી જીરા પાઉડર, 50 ગ્રામ ખાંડ, સ્વાદાનુસાર સંચળ, સ્વાદાનુસાર મીઠું, જરૂરિયાત મુજબ તેલ, સ્ટફિંગ માટે સામગ્રી, 1/2 કપ દૂધ, 50 ગ્રામ પનીર, 1 નંગ બટેટા (બાફેલું), 1 ચમચી આદુની પેસ્ટ, 1/4 ચમચી લાલ મરચું, 1/4 ચમચી આંબોળિયાનો પાઉડર અને સ્વાદાનુસાર મીઠું લેવું. હવે તમને ડના દહીં વડા બનાવવાની રીત જણાવીશું...

સૌ પ્રથમ સ્ટફિંગ બનાવવા માટે એક વાસણમાં બાફેલા બટેટાની છાલ ઉતારીને તેને મશળી લો. તેમા પનીર, મીઠું, લાલ મરચું પાઉડર, શેકેલા જીરાનો પાઉડર, આદુની પેસ્ટ અને આંબોળિયાનો ભૂકો ઉમેરીને બરાબર મિક્સ કરી લો. સ્ટફિંગ તૈયાર છે. હવે બ્રેડની કિનારીઓને કટ કરી લો. જેથી ખાવામાં કઠણ લાગે નહીં. હવે બ્રેડના સફેદ ભાગને દૂધમાં ડૂબાડીને બહાર નીકાળી લો. પલાળેલી બ્રેડ સ્લાઇસને હથેળી પર રાખીને થોડીક દબાવી લો અને તેમા એક ચમચી સ્ટફિંગની સામગ્રી ભરીને બ્રેડને ચારેય તરફથી બંધ કરી દો. આ રીતે બાકીની બ્રેડમાં સ્ટફિગં ભરી દો.

હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી લો. હવે ધીમી આંચ પર તૈયાર કરેલા બ્રેડ વડાને તરી લો. તે આછા બ્રાઉન રંગના થાય એટલે તેને બહાર નીકાળી લો. હવે તેને એક પ્લેટમાં નીકાળી લો. હવે એક બાઉલમાં ફેંટેલું દહીં નીકાળી તેમા સંચળ, જીરા પાઉડર, લાલ મરચું, મીઠુ અને ખાંડ ઉમેરીને બરાબર મિકસ કરી લો. હવે બ્રેડ વડા પર ફેંટલું દહીંનું મિશ્રણ ઉમેરો. હવે તેની પર લીલી કોથમીર, કોથમીરની ચટણી, આંબલીની ચટણી અને જીરા પાઉડર ઉમેરીને સર્વ કરો. આ બ્રેડના દહીં વડાનો સ્વાદ આપના ઘરના મેમ્બર કે, મિત્રોને ખૂબ જ પસંદ આવશે.

Next Story