Connect Gujarat
વાનગીઓ 

તહેવારોમાં બનાવો કેસર પિસ્તા બિસ્કિટ; જાણો લો આ વાનગીને બનાવવાની રીત

તહેવારોમાં બનાવો કેસર પિસ્તા બિસ્કિટ; જાણો લો આ વાનગીને બનાવવાની રીત
X

કેસર પીસ્તા બિસ્કિટ એક મજાની સમૃધ્ધ વાનગી છે, જેમાં શાહી મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમાં ઉમેરવામાં આવેલા પીસ્તા અને બદામ તેને કરકરો સ્વાદ આપે છે, જ્યારે વિવિધ મસાલાના પાવડર તેને ભવ્ય ખુશ્બુ આપે છે. આવા મજેદાર બિસ્કિટ તમારા કુંટુંબીજનોને તો ગમશે અને તમને પણ કોઇ ખાસ પ્રસંગે અથવા તહેવારોમાં ભેટ આપવા માટે બનાવવાની પણ ઇચ્છા થઇ જશે. જાની લો તો તેને બનાવવાની રીત.

તૈયારીનો સમય- 10 મિનિટ, બેકિંગનું તાપમાન- 180˚ સે (360˚ ફે), બેકિંગનો સમય- 20 મિનિટ બાદ કુલ ૩૦ મિનિટમાં બિસ્કિટ તૈયાર થઈ જશે.

સામગ્રી: 1/4 ટીસ્પૂન કેસરના રેસા, 1 ટેબલસ્પૂન ઝીણા સમારેલા પીસ્તા, 1 ટીસ્પૂન હુંફાળું દૂધ, 1/4 કપ ઘી, 5 ટેબલસ્પૂન પીસેલી સાકર, 1/4 ટીસ્પૂન એલચી પાવડર, એક ચપટીભર જાયફળ પાવડર, 3/4 કપ મેંદો, 5 ટીસ્પૂન દૂધ, મેંદો, 1 ટેબલસ્પૂન ઝીણી સમારેલી બદામ.

બનાવવાની રીત: એક નાના બાઉલમાં કેસર અને હુંફાળું દૂધ સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો બાદમાં એક ઊંડા બાઉલમાં ઘી અને સાકર મિક્સ કરી ચપટા ચમચા વડે સારી રીતે મિક્સ કરી લો. હવે આ મિશ્રણમાં કેસર-દૂધનું મિશ્રણ, એલચી પાવડર અને જાયફળ પાવડર ઉમેરીને તેને ચપટા ચમચા વડે સારી રીતે મિક્સ કરી લો. તે પછી તેમાં મેંદો અને દૂધ મેળવી સારી રીતે ગુંદીને નરમ કણિક તૈયાર કરો. આ કણિકના બે સરખા ભાગ પાડો. એક ભાગને 125 મી.મી. (5") x 150 મી.મી. (6")ના લંબચોરસમાં સૂકા મેંદાના લોટની મદદથી વણી લો.

હવે તેની પર પીસ્તા અને બદામની કાતરી સરખી રીતે પાથરી ફરીથી હલકા હાથે વણી લો જેથી તે કણિકમાં સારી રીતે ચોંટી જાય. આ વણેલા ભાગને ચપ્પુ કે કુકી કટર વડે 25 મી.મી. (1") x 25 મી.મી. (1")ના ચોરસ ટુકડા પાડી લો. રીત ક્રમાંક 6 થી 8 મુજબ બીજા ભાગના પણ વધુ બિસ્કિટ બનાવી લો. હવે આગળથી ગરમ કરેલા ઑવનમાં 180˚સે (360˚ ફે) તાપમાન પર તેને 15 મિનિટ સુધી બેક કરી લો. તે પછી બિસ્કિટને ઠંડા પાડી હવાબંધ બરણીમાં ભરી લો અને જ્યારે મન થાય ત્યારે ખાઇને આનંદ માણો.

Next Story