Connect Gujarat
વાનગીઓ 

પનીર પાયસમ બનાવવાની રીત; જ્યારે બનાવી હોય ત્યારે બનાવી શકો છો

પનીર પાયસમ બનાવવાની રીત; જ્યારે બનાવી હોય ત્યારે બનાવી શકો છો
X

પનીર ખીર એક સ્પેશિયલ સ્વીટ છે. તેને ઘણા રાજ્યોમાં પનીર પાયસમનાં નામે પણ ઓળખવામાં આવે છે. મંગળ પ્રસંગોએ તેને બનાવવામાં આવે છે. તેને બનાવવા માટે પનીર, દૂધ, કંડેસ્ડ મિલ્ક અને ફ્રૅગ્નંસથી ભરેલી એલચી તથા ડ્રાય ફ્રૂટનો ઉપયોગ કરવામાં આવેછે. તેને યોગ્ય ટેમ્પરેચર પર યોગ્ય રીતે બનાવવું બહુ જરૂરી છે. આજે તમને જણાવીશું પનીર પાયસમ બનાવવાની રીત.

સામગ્રી : કચડેલુ પનીર, 1/2 કપ કંડેસ્ડ મિલ્ક, 3/4 કપ મિલ્ક, બદામ, કિશમિશ, એલચી, એલચી પાવડર, 2 ચમચી મિશ્ર સુકા ફળો સમારેલા (મેં બદામ અને પિસ્તાનો ઉપયોગ કર્યો છે).

બનાવવાની રીત: સૌપ્રથમ પનીર ખીર બનાવવા માટે એક પૅનને ગરમ કરી લો. હવે તેમાં પનીર નાંખી દો. બાદમાં તરત જ મિલ્ક નાંખી દો. ધ્યાન રાખજો કે ગાંઠ ન પડી જાય, તેના માટે આપ તેને સતત હલાવતા રહો. આપે 5-6 મિનિટ સુધી સતત હલાવવું પડશે. હવે આ મિશ્રમમાં કંડેસ્ડ મિલ્ક મેળવો. પછી હલાવો. 3-4 મિનિટ સુધી હલાવવું પડશે. તેથી તમામ સામગ્રીઓ સારી રીતે મિક્સ થઈ જશે. બાદમાં હવે તેમાં એલચી પાવડર નાંખો અને હલાવો. કિશમિશ અને બદામ નાંખો. આપની પનીર ખીર તૈયાર થશે. તેને બદામ અથવા અન્ય ડ્રાય ફ્રૂટથી ગ્રાર્નિશ કરો. પનીર પાયસમ અથવા પનીર ખીર તૈયાર છે! હવે તમે ગરમાગરમ અથવા ફ્રીઝમાં ઠંડી કરીને તેને ખાઈ શકો છો.

Next Story