Connect Gujarat
વાનગીઓ 

શિયાળાની ઋતુમાં બનાવો પાલક કબાબ, જાણો તેની સરળ રીત

આ શિયાળાની ઋતુમાં લોકો હેલ્ધી ખાવાનું પસંદ કરતાં હોય છે.

શિયાળાની ઋતુમાં બનાવો પાલક કબાબ, જાણો તેની સરળ રીત
X

આ શિયાળાની ઋતુમાં લોકો હેલ્ધી ખાવાનું પસંદ કરતાં હોય છે. અને સાથે અવનવી વાનગીઓ,ડાયટ માટે સલાડ અને સલાડમાં પણ ટામેટાં,કાકડી અને પાલકનો ઉપયોગ કરવામાં આવે છે, પાલકનાં પરોઠા શાક અને અનેક વાનગીઓ બને છે ત્યારે તમે પાલકનાં કબાબ વિષે સાંભડયું છે, તો જાણો આ પાલક કબાબ કેવી રીતે કરવામાં આવે છે તૈયાર.

પાલક કબાબ બનાવવા માટેની સામગ્રી :-

20-25 પાલકના પાન, 2 ચમચી શુદ્ધ ઘી, 1 ચમચી આદુ-લીલા મરચાની પેસ્ટ. 2 નાના બટાકા બાફેલા અને છીણેલા, 1/4 કપ પલાળેલા પોહા, 2 ચમચી કોર્નફ્લોર, સ્વાદ મુજબ મીઠું અને લાલ મરચું પાવડર, સ્વાદ મુજબ ચાટ મસાલો, તળવા માટે તેલ, થોડા કાજુ બે ભાગમાં કાપીને, સલાડ અને મનપસંદ ચટણીસ્ટફિંગ માટે ઘટકો, 4 ચમચી ઝીણી સમારેલી બદામ, કાજુ, કિસમિસ

પાલક કબાબ બનાવવા માટેની રીત :-

- પાલકને ધોયા પછી તેને ઉકળતા પાણીમાં નાખો. 3-4 મિનિટ પછી ચાળણીમાં કાઢી, ઉપરથી ઠંડું પાણી નાખીને હાથ વડે બરાબર ધોઈ અને પાણી નિતારી નાખો. આ પાલકને મિક્સરમાં પીસી લો. હવે એક પેનમાં 2 ચમચી ઘી ગરમ કરો અને આદુ-લીલા મરચાની પેસ્ટ સાંતળો. પેસ્ટને સારી રીતે ફ્રાય કર્યા પછી, તેમાં પીસીને પાલક ઉમેરો અને પાણી સુકાઈ જાય ત્યાં સુધી ફ્રાય કરો. ઠંડું થાય એટલે તેમાં બટાકા, પોહા, કોર્નફ્લોર, મીઠું, લાલ મરચું પાવડર અને ચાટ મસાલો ઉમેરો. મિશ્રણને 6-8 સરખા ભાગમાં વહેંચો અને દરેક ભાગને 1/2 ચમચી કાજુ ભરીને ગોળ ટિક્કી બનાવો. ટિક્કીને લંબગોળના આકારના મોલ્ડમાં મૂકો અને તેને કબાબનો આકાર આપો અને તેના પર કાજુ દબાવો. હવે એક પછી એક બધા કબાબને ગરમ તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. અને તળાય જાય પછી સલાડ અને મનપસંદ ચટણી સાથે સર્વ કરો.

Next Story