રિલાયન્સ અને બીપી ભારતીય ઇંધણનાં ક્ષેત્રમાં ભાગીદારીને ગાઢ બનાવશે

New Update
રિલાયન્સ અને બીપી ભારતીય ઇંધણનાં ક્ષેત્રમાં ભાગીદારીને ગાઢ બનાવશે

બીપી અને

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડએ  આજે તેમનાં નવા ભારતીય ઇંધણ અને મોબિલિટી જોઇન્ટ વેન્ચરની રચના કરવા સાથે

સંબંધિત સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા.  

આ સાહસ

આગામી પાંચ વર્ષમાં આરઆઇએલનું હાલનું ઇંધણ રિટેલિંગ નેટવર્ક 1,400 રિટેલ સાઇટ અને સમગ્ર ભારતમાં 30 એવિએશન ફ્યુઅલ સ્ટેશનથી વધીને 5,500 રિટેલ સાઇટ અને 45 એવિએશન ફ્યુઅલ સ્ટેશનનું થશે તેમજ

ઓટોમોટિવ અને એવિએશન ફ્યુઅલમાં સૌથી વધુ પસંદગીનું પ્રોવાઇડર બનશે એવી અપેક્ષા છે.

રિટેલ નેટવર્ક જિયો-બીપી બ્રાન્ડ અંતર્ગત કામ કરશે, જે ઇંધણનાં વેચાણ અને મોબિલિટી

સોલ્યુશન્સમાં નવા પરિવર્તનનો સંકેત છે.  આ સમજૂતી પર આજે મુંબઈમાં રિલાયન્સ

ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી અને બીપીનાં

ગ્રૂપ ચીફ એક્ઝિક્યુટિવ બોબ ડુડલીએ હસ્તાક્ષર કર્યા હતા.

મુકેશ

અંબાણીએ કહ્યું હતું કે, “ બીપી અને

રિલાયન્સ તેમની જાણકારી, કુશળતા અને

અનુભવનો સમન્વય કરીને ભારતીય ગ્રાહકોને વૈશ્વિક કક્ષાનાં ઉત્પાદનો અને સેવાઓ

પ્રદાન કરે છે. અમારું માનવું છે કે, સંયુક્તપણે અમે ભારતનાં ઝડપથી વિકસતાં

બજારને લાભ મળશે એવા સોલ્યુશન્સ પ્રસ્તુત કરશે.”

બોબ ડુડલીએ કહ્યું હતું કે, “ભારત દુનિયાનાં સૌથી મહત્ત્વપૂર્ણ બજારોમાંનું એક છે – એનાં પરિવહન અને ઉડ્ડયન ક્ષેત્રો ઝડપથી વૃદ્ધિ કરી

રહ્યાં છે અને પરિવર્તિત થઈ રહ્યાં છે. અમારો ઉદ્દેશ મોબિલિટી સોલ્યુશન્સ માટે

દેશની વધતી માગને આ નવા સાહસ મારફતે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇંધણ અને સેવાઓ પ્રદાન

કરવાનો છે. અમારા વ્યવસાયનું આ મુખ્ય વિસ્તરણ ભારતમાં અમારી લાંબા ગાળાની

કટિબદ્ધતાને પ્રતિપાદિત કરશે.”

Latest Stories