Connect Gujarat
દેશ

રિલાયન્સ સાથે ડેન નેટવર્કસ અને હેથવે કેબલ કરશે ભાગીદારી, થઈ જાહેરાત

રિલાયન્સ સાથે ડેન નેટવર્કસ અને હેથવે કેબલ કરશે ભાગીદારી, થઈ જાહેરાત
X

આ સોદાથી 1,100 શહેરોમાં પાંચ કરોડ ઘરોમાં જિયો ગીગાફાયબર પહોંચાડવાની પ્રક્રિયા ઝડપી બનાવશે

ભારતમાં સૌથી પ્રતિષ્ઠિત ઉદ્યોગગૃહોમાં સ્થાન પામતા રંજન રાહેજા ગ્રૂપ તથા પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસિક જેમણે પોતાની વ્યાવસાયિક સૂઝબૂઝ અને દૂરંદેશીથી મજબૂત વ્યવસાયનું નિર્માણ કરનારા સમીર મનચંદા સાથે ભાગીદારી કરવાનો રિલાયન્સે નિર્ણય લીધો છે. આ બંને કંપનીઓની મેનેજમેન્ટ ટીમ માટે રિલાયન્સે આવકારી છે. વ્યવસાયનાં પરિચાલનોને વધારે મજબૂત બનાવવા સાથે મળીને કામ કરવાની પણ ખાતરી રીલાયન્સ દ્વારા આપવામાં આવી છે.

આ ભાગીદારીના કારણે તમામ લોકો અને વસ્તુઓને દરેક જગ્યાએ ઉચ્ચતમ ગુણવત્તા અને સૌથી પોષણક્ષમ કિંમતે જોડીને ભારતને ડિજીટલ લેન્ડસ્કેપમાં તબદિલ કરવાના રિલાયન્સના મિશનને આગળ વધશે. મોબાઇલ બ્રોડબેન્ડના ક્ષેત્રમાં ભારતને ટોચના સ્થાને પહોંચાડ્યા બાદ, રિલાયન્સ હવે ભારતને વાયરલાઇ ડિજીટલ કનેક્ટિવિટીના ક્ષેત્રમાં વિશ્વમાં 135મા સ્થાનેથી ટોચના 3 દેશોમાં લઇ જવા પ્રતિબધ્ધ છે. આ રોકાણો અને ભાગીદારીઓ સ્થાનિક કેબલ ઓપરેટરો, ગ્રાહકો, કન્ટેન્ટ પ્રોવાઇડરો અને તમામ ઇકો-સિસ્ટમ માટે લાભદાયક રહેશે.

વિકસિત દેશોમાં ટીવી ધરાવતાં 95 ટકા ઘરોમાં ફિક્સ-લાઇન બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કનેક્શન જોવા મળે છે. આ વિકસિત દેશોમાં ફિક્સ-લાઇન કેનેક્ટિવિટી ફાયબર ઓપ્ટિક પર જોવા મળે છે. મોટા લોકલ કેબલ ઓપરેટરો, કન્ટેન્ટ પ્રોવાઇડરો અને બ્રોડકાસ્ટરો સાથે કામ કરીને રિલાયન્સ આ પ્રકારની માળખાકિય સુવિધાઓ અને કનેક્ટિવિટી દરેક ભારતીય ઘરોમાં લાવવા પ્રતિબધ્ધ છે. જિયો શક્ય તેટલા ઓછા સમયગાળામાં 1,100 ભારતીય શહેરોના પાંચ કરોડ ઘરોમાં જિયોગીગાફાયબર લાવશે.

Next Story