Connect Gujarat
ટેકનોલોજી

રિલાયન્સ જિયોએ ભારતના પ્રથમ VOLTE ઇન્ટરનેશનલ રોમિંગનું કર્યું લોન્ચિંગ

રિલાયન્સ જિયોએ ભારતના પ્રથમ VOLTE ઇન્ટરનેશનલ રોમિંગનું કર્યું લોન્ચિંગ
X

જાપાનની KDDI ભારતમાં જિયોની VoLTE આધારિત ઇન્ટરનેશનલ રોમિંગ સર્વિસિસ પૂરી પાડશે.

રિલાયન્સ જિયો ઇન્ફોકોમે આજે ભારત અને જાપાન વચ્ચે VOLTE આધારિત ઇનબાઉન્ડ ઇન્ટરનેશનલ રોમિંગની શરૂઆત કરી છે. આની સાથે જિઓ ભારતમાં VOLTE આધારિત ઇન્ટરનેશનલ રોમિંગ સર્વિસિસ પૂરી પાડનારી પ્રથમ કંપની બની ગઈ છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય રોમરો હવે HD વોઇસ અને LTE હાઈ સ્પીડ ડેટાનો આનંદ ઉઠાવી શકશે.

જાપાન સ્થિત KDDI કોર્પોરેશન જિયોની VoLTE કોલિંગ અને LTE ડેટા ઇન્ટરનેશનલ રોમિંગ સર્વિસ પૂરી પાડનારી પ્રથમ આંતરરાષ્ટ્રીય મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપની બની છે. કંપની આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને હાઈ-સ્પીડ ડેટા અને વોઇસ સર્વિસિસ જિયોના બધા IP, 4G એકસ્લુઝિવ નેટવર્ક પર પૂરા પાડશે.

રિલાયન્સ જિયોના માર્ક યાર્કોસ્કીએ જણાવ્યું હતું કે, રિલાયન્સ જિઓએ સમગ્ર ભારત અને ભારતની મુલાકાત લેનારા બંનેને શ્રેષ્ઠ ડેટા અને વોઇસ અનુભવ પૂરો પાડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ નવી વ્યવસ્થા સાથે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ બધા આઇપી નેટવર્ક પર જિયોની વિશ્વ સ્તરની સેવાનો લાભ મેળવી શકશે. જિયો ભારતમાં ટ્રાઈના માયસ્પીડ એપ્લિકેશનમાં સળંગ છેલ્લા 20 મહિનાથી સૌથી ઝડપી નેટવર્ક તરીકે ઉભરી આવ્યું છે. સપ્ટેમ્બર 2018માં તેની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 20.6 એમબીપીએસ હતી. જિઓને સાતત્યસભર ધોરણે સમગ્ર દેશના સૌથી વિશાળ LTE કવરેજનું રેટિંગ આપવામાં આવ્યું છે.

જિયોએ ભારતમાં ડેટાના વપરાશમાં ધરમૂળથી પરિવર્તન લાવતા સર્વગ્રાહી અને નાવીન્યસભર ઓફરિંગ દ્વારા આ ક્રાંતિ અવિરત જારી રાખવાની તેની પ્રતિબદ્ધતા જાળવી છે. તેના લીધે ભારત વિશ્વમાં સૌથી વધુ મોબાઇલ ડેટા વપરાશ કરતો દેશ બની ગયો છે અને સમગ્ર વિશ્વમાં તે 25.2 કરોડ મોબાઇલ ગ્રાહકો સાથે સૌથી વધુ ગ્રાહકો ધરાવતા નવમા ક્રમે આવે છે. રિલાયન્સ જિયોએ લોન્ચિંગના ફક્ત બે જ વર્ષની અંદર 25 કરોડથી વધારે ગ્રાહકો મેળવ્યા છે.

Next Story