Connect Gujarat

રિલાયન્સ જિયોમાં ભાગીદારી ખરીદશે વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ

રિલાયન્સ જિયોમાં ભાગીદારી ખરીદશે વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ
X

પ્રાઇવેટ ઇક્વિટી વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડની 2.3 ટકા ભાગીદારી 11,367 કરોડ રૂપિયામાં ખરીદશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડે આ જાહેરાત કરી હતી. વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સની પાસે 57 બિલિયન ડૉલરથી વધુ અનુમાનિત કેપિટલ કમિટમેન્ટ્સ છે. તેનું ગ્લોબલ નેટવર્ક આ વિશ્વની પાંચમી સૌથી મોટી એન્ટરપ્રાઇઝીઝ સોફ્ટવેર બનાવે છે.

આ રિલાયન્સ જિયોમાં ત્રીજા હાઇ પ્રોફાઇલ રોકાણકાર બનશે. ફેસબુકે જિયોમાં 9.9 ટકા ભાગીદારી 43,534 કરોડ રૂપિયામાં અને સિલ્વર લેકે 1.55 ટકા ભાગીદારી માટે 5655 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. જિયોમાં એક મહીનાની અંદર 3 મોટા રોકાણ થયા છે. ફેસબુક, સિલ્વર લેકની બાદ હવે વિસ્ટા ઇક્વિટીનું મોટું રોકાણ થયું છે. જિયોમાં એક મહીનામાં 60,596.37 કરોડ રૂપિયાનું રોકાણ થયું છે.

Next Story
Share it