Connect Gujarat
Featured

ઋષિ કપૂર બાદ ભાઈ રાજીવ કપૂરનું પણ નિધન, કપૂર પરિવાર પર તૂટ્યો દુખનો પહાડ

ઋષિ કપૂર બાદ ભાઈ રાજીવ કપૂરનું પણ નિધન, કપૂર પરિવાર પર તૂટ્યો દુખનો પહાડ
X

ઋષિ કપૂરના ભાઈ રાજીવ કપૂરનું નિધન 58 વર્ષે થયું છે. અહેવાલ મુજબ તેમનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.

અભિનેતા રણધીર કપૂર અને ઋષિ કપૂરના નાના ભાઈ રાજીવ કપૂરનું નિધન થયું છે. 58 વર્ષની ઉંમરે તેમનું મોત હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. આજે ચેમ્બુર સ્થિત ઘરમાં રાજીવ કપૂરને હાર્ટ એટેક આવ્યો હતો. તે પછી, તેમને રણબીર કપૂર અને પરિવારના અન્ય સભ્યો ઉતાવળમાં ઇનલેક્સ હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ત્યાં ડોક્ટરોએ તેઓને મૃત જાહેર કર્યા છે. લગભગ રાજીવ કપૂરે એક વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.

ગયા વર્ષે જ ઋષિ કપૂરનું કેન્સરથી મૃત્યુ થયું હતું. હજુ તે દુખમાંથી પરિવાર બહાર આવી શક્યો નથી ત્યાં હવે કપૂર પરિવાર ફરીથી મુશ્કેલીમાં મુકાયો છે. ઋષિ કપૂરની પત્ની નીતુ કપૂરે તેમની તસવીર શેર કરીને સમાચારની પુષ્ટિ કરી છે.

રાજીવ કપૂર અભિનેતા નિર્માતા અને દિગ્દર્શક હતા. તેમણે 1983 માં ફિલ્મ એક જાન હૈ હમથી શરૂઆત કરી હતી. 'રામ તેરી ગંગા મૈલી' ફિલ્મમાં તેઓ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ સિવાય તે ઘણી બધી મોટી ફિલ્મો આકાશ (1984), લવર બોય (1985), જબરદસ્ત (1985) અને હમ તો ચલે પરદેસ (1988) માં પણ નજરે પડ્યા હતા.

રાજીવ કપૂર દ્વારા જે ફિલ્મોનું નિર્માણ કરવામાં આવ્યું તે ફિલ્મોમાં આ અબ લૌટ ચલેં (1999), પ્રેમગ્રંથ (1996) અને હેના (1991) નો સમાવેશ થાય છે. પ્રેમગ્રંથને રાજીવ કપૂરે ડાયરેક્ટ પણ કરી હતી.

આ સમાચાર સાંભળીને બોલિવૂડમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તુષાર કપૂર સહિતના ઘણા મોટા સ્ટાર્સે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

Next Story