તાનહાજી ફિલ્મ સામે ઋષિવંશી સમાજનો વિરોધ, જુઓ કયાં શહેરોમાં અપાયા આવેદનપત્ર

0

અજય દેવગન અભિનિત ફિલ્મ સિનેમાઘરોમાં ધુમ મચાવી રહી છે તેવામાં ફીલ્મનો વિરોધ શરૂ  થઇ ગયો છે. ફીલ્મના કારણે લાગણી દુભાઇ હોવાના આક્ષેપ સાથે ઋષિવંશ સમાજ ફીલ્મનો વિરોધ કરી રહયો છે.

સુરત કલેક્ટર કચેરી ખાતે ઋષિવંશી સમાજના લોકો એકઠા થયા હતાં અને તેમણે  તાજેતરમાં રિલીઝ થયેલ તાનહાજી ફીલ્મનો વિરોધ કર્યો હતો. ફીલ્મમાં વાળંદ સમાજ ની ટીકા કરવામાં આવી હોવાથી  સમાજની લાગણી દુભાઇ હોવાનો સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો.

જામનગર ઋષિવંશી સમાજ સેવા સંઘની આગેવાનીમાં રેલી યોજવામાં આવી હતી અને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આગેવાનોએ ફીલ્મમાંથી વાળંદ સમાજનું અપમાન કરતાં ટીપ્પણીઓ દુર કરવાની માંગ કરવામાં આવી છે.

જંબુસરમાં પણ  ઋષિવંશી સમાજે પણ ફીલ્મનો વિરોધ દર્શાવી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. તાત્કાલિક અસરથી ફિલ્મના સંવાદમાંથી સંબંધિત સીનને દૂર કરવામાં આવે તેવી માંગણી આવેદનપત્રમાં કરાઇ  છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here